ચંડીગઢ યુનિવર્સિટીમાં બી. ટેકનો અભ્યાસ કરતાં, બોડી બિલ્ડિંગનો શોખ ધરાવતા આશાસ્પદ યુવક હરીશ રાણા અકસ્માતને કારણે છેલ્લાં તેર વર્ષથી કોમામાં રહેલાંને આખરે સુપ્રિમ કોર્ટે ઇચ્છામૃત્યુની પરવાનગી આપી. ગાઝિયા બાદનાં રહેવાસી હરીશ રાણાછેલ્લા તેર વર્ષથી પથારીવશ હતાં. અસહ્ય પીડા સહન કરી રહ્યાં હતાં. આખરે સુપ્રિમ કોર્ટ દ્વારા તેમને ઇચ્છામૃત્યુની મંજુરી મળી. તેર વર્ષની લાંબી દર્દનાક પરિસ્થિતિ બાદ પરિવારનો ફેસલો સરાહનીય બન્યો. તેમણે હરીશના અંગદાનનો નિર્ણય કર્યો. જેથી જતાં જતાં તે અન્ય પરિવારોમાં ખુશીઓના દીવા પ્રગટાવે. ‘આ ફેંસલો પરિવારની, માતા-પિતાની હાર નહીં, પણ તેમની કરુણા અને સાહસ છે.
તેઓ તેમના દીકરાને છોડી નથી રહ્યાં, પણ ગરિમા સાથે વિદાય આપી રહ્યાં છે. આને ઇચ્છા નહીં, પણ સારવાર પ્રક્રિયાને રોકવી એમ કહી શકાય. જજોના આ શબ્દો સૂચક રીતે ઘણું કહી જાય છે એઇમ્સમાં તેમનો અંત શાંતિ અને ગરિમા સાથે થયો.આમ જોઇએ તો, આ એક કાનૂની ફેંસલો નથી, પણ એક મા-બાપના નિસ્વાર્થ પ્રેમ અને દીકરાને દર્દીથ મુક્તિ અપાવવાની વાત છે. અંતમાં પિતાએ ભારી મનથી કહ્યું, ‘સબકો માફ કરતે હુએ, સબસે માફી માંગતે હુએ તુમ પ્રભુ મિલન કો જાઓ. દેશમાં ઇછ્છામૃત્યુનો આ પ્રથમ કિસ્સો હોવાની સાથે હરીશ જતાં જતાં પણ અંગદાન થકી માનવતાની અનન્ય મિશાલ કાયમ કરી ગયો.
સુરત – કલ્પના બામણીયા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.