ગુજરાત મિત્રના તારીખ 23/ 12/ 2022 ના અંકમાં ‘’દુર્લભજી નું ફરસાણ’’ ની વાત ઘણી રસપ્રદ છે. શ્રી અશોકભાઈ નિકામે આ લેખમાં જણાવ્યું કે 1974 માં 9- 10 રૂપિયા કિલો ના ભાવે પેટીસ વેચાતી હતી.એના અનુસંધાનમાં મારા પિતાજીએ એક રસપ્રદ સંસ્મરણ રજૂ કર્યું: 1958 / 59 ની વાત હશે. તોલ માપની નવી પદ્ધતિ દાખલ થયાને ઝાઝો સમય નહોતો થયો. વજનમાં મોટેભાગે 500 ગ્રામ ની વાત થતી હોય. નવસારી બજારમાં તે સમયે દુર્લભજી નું ફરસાણ અને ઠાકોરનું ફરસાણ એમ બે દુકાનો વિખ્યાત હતી અને કેટલેક અંશે બંને વચ્ચે સ્પર્ધા પણ હતી. તે સમયે સેવ મમરા ચેવડો ભજીયા પેટીસ વગેરે એક રૂપિયા 25 પૈસા માં 500 ગ્રામ મળતા. દુર્લભજી ની દુકાનમાં એક સવારે ૫૦૦ ગ્રામ પર છ પૈસા એટલે કે એક આનો ઘટ્યા. ઠાકોરનું ફરસાણમાં પણ એક આનો ઘટ્યો. બીજે દિવસે દુર્લભજીની દુકાનમાં 12 પૈસા ઘટ્યા. ઠાકોરનું ફરસાણે 19 પૈસા ઘટાડ્યા. લોકોને મજા પડી. રોજ ભાવ ઘટતા જાય અને 56 પૈસા ના 500 ગ્રામ પર ભાવ આવી ને અટકી ગયા. પાંચ સાત સુધી દિવસ સુધી આ નીચી સપાટીએ ભાવ ટકેલા રહ્યા અને લોકોએ પેટ ભરીને ભજીયા પેટીસ સહિતની વાનગીઓ ખાધી. અને પછીના સોમવારે ભાવ પાછા 500 gm ના ₹1 .25 પૈસા થઈને ઊભા રહ્યા. સુરતના ઇતિહાસમાં આ સ્પર્ધા અનોખી રહી હતી.
સુરત – ડો. રિધ્ધીશ જોષી આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
શું આ સાચું છે?
વોટ્સ એપ પર એક મેસેજ વાયરલ થયો છે. તેમાં જણાવ્યા પ્રમાણે સમાન્ય નાગરિકો અને મંદિરો માટે વીજળી દર પ્રતિ યુનિટ રૂ.૭.૮૫ છે જ્યારે મસ્જીદ અને ચર્ચ માટે પ્રતિ યુનિટ રૂ.૧.૮૫ છે. મસ્જીદના મૌલવીઓને મસ્જીદ ખાનગી મિલ્કત હોવા છતાં સરકાર પગાર ચૂકવે છે અને જે મંદિરો સરકારી મિલ્કત છે તેના પુજારીઓને સરકાર પગાર આપતી નથી. સમગ્ર રાષ્ટ્ર જાણવા માંગે છે આવું કેમ? અત્યારે તો મોદી સરકાર કેન્દ્રમાં શાસન ચલાવે છે એટલે જો આ સાચું હોય તો તાત્કાલિક આ બાબતમાં ઘટતાં પગલાં લેવાં જ જોઈએ એવું નથી લાગતું? જો સરકાર યોગ્ય પગલાં લેશે તો પ્રજાનો સંપૂર્ણ સાથ સહકાર મળી રહે તેમાં બેમત ન હોઈ શકે. ઘટતાં પગલાંમાં બે ઉપાય જ વિચારી શકાય એમ છે. ક્યાં તો મંદિરના પુજારીઓને પગાર આપવાનું ચાલુ કરો અને તે શકય ન હોય તો મૌલવીઓને પગાર આપવાનું બંધ કરો તે જ રીતે પ્રતિ યુનિટ દર મંદિર માટે પણ રૂ.૧.૮૫ રાખો અને તે શકય ન હોય તો મસ્જીદ અને ચર્ચ માટે પણ વીજળી દર પ્રતિ યુનિટ રૂ.૭.૮૫ રાખો. ટૂંકમાં જે ભેદભાવ રાખવામાં આવ્યો છે તે દૂર થવો ઘટે. આવા ભેદભાવ પાછળનું લોજીક કોઈ રીતે સમજમાં આવતું નથી અને જો સાચું હોય તો સરકારે ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ એવું નથી લાગતું ?
સુરત – સુરેન્દ્ર દલાલ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.