તમે જ્યારે તમારી ફેમિલી કે ફ્રેન્ડ્સ સાથે કોઈ કોફી હાઉસમાં જાઓ છો ત્યારે તમે ટેસ્ટી કોફીની મજા કેક, પેસ્ટ્રી કે કોઈ ડિઝર્ટની સાથે ફ્રેન્ડ્સ સાથે વાતે વળગીને લો છો પણ ત્યાં તમને સ્ટ્રેન્જર્સ એકબીજા સાથે વાતો કરતા નથી દેખાતા. જોકે, હવે આવું થઈ શકે છે. સુરતની એક ફિમેલ બરીસ્તા એક અનોખા કાફેનો કન્સેપ્ટ લઈને આવ્યા છે જ્યાં તમે સોફા પર કે પછી નીચે ગાદલા પર ઘરે બેઠા હોય એ રીતે બેસીને સ્ટ્રેન્જર્સ સાથે પ્રોફેશન, હોબી વગેરેની ચર્ચા કરી શકો છો. જાતે પોતાની કોફી બનાવી પણ શકો છો અને પી પણ શકો છો. જો તમને કોફી નથી પીવી તો ચા બનાવીને આપવામાં આવશે. જોકે, આ અનોખું કાફે રોજેરોજ નથી ખુલતું. તમને આ અનોખા કાફે વિશે જાણવાની ચટપટી થઈ રહી છે ને! આ કાફે રોજ રોજ નથી ખુલતું તો ક્યારે ખુલે છે, કેમ તેમાં અજાણ્યાઓને બોલાવવામાં આવે છે, શું આ કાફેમાં માત્ર કોફી જ મળે છે કે પછી અવનવું જાણવા અને શીખવા પણ મળે છે? મનમાં ઉદભવી રહેલા આ સવાલોના જવાબ ચાલો મેળવીએ…

આ રીતે અનોખું કાફે બનાવવાનો આવ્યો વિચાર
પૂજા અગ્રવાલ ઝવેરીએ જણાવ્યું કે હું સર્ટિફાઇડ બરીસ્તા છું એટલે ઘણાં લોકોએ મને કાફે શરૂ કરવા કહ્યું હતું. વળી, અમારું ઘર મારા હસબન્ડ સૌમિલે એ રીતે બનાવ્યું છે કે આ ઘરમાં વારંવાર કોઈને પણ આવવું ગમે એટલે મને આઈડિયા આવ્યો કે અમારા ઘરને મહિનામાં એકવાર કાફેમાં કન્વર્ટ કરીશું, જેમાં અજાણ્યા લોકો એકબીજા સાથે સમય પસાર કરશે અને વિચારોનું આદાનપ્રદાન કરશે. તેઓ મારી બનાવેલી કોફી પી શકે અથવા પોતે પણ કોફી બ્રુ કરી શકશે. આ કન્સેપ્ટથી મેં કાફે સેટઅપ કરવાનું શરૂ કર્યું. અમારા આ કાફેનું મેનુ કાર્ડ પણ હું જાતે ડિઝાઇન કરીને પ્રિન્ટ કરાવું છું. લોકો મારા આ કાફે વિશે સોશિયલ મીડિયાના માધ્યમથી જાણે છે. મારા આ કાફેમાં 15 લોકોનું સીટીંગ છે. આ અનોખા કન્સેપ્ટને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. લોકોને અહીં કોફી બ્રુઇંગમાં ઇન્ટરેસ્ટ પડતા તેઓ ડિફરન્ટ ટાઇપની કોફી બ્રુ કરતાં શીખવા લાગે છે.
સ્ટ્રેન્જર્સ એકબીજાના થોટ્સને જાણે, પરિચિત થાય તે માટે ઘરને કાફેમાં કરાય છે કન્વર્ટ
પૂજા અગ્રવાલ ઝવેરી સર્ટિફાઇડ બરીસ્તા છે. તેઓ મહીનામાં એકવાર પોતાના ઘરને કાફેમાં કન્વર્ટ કરે છે. આવા અનોખા કાફેમાં અજાણ્યા લોકો આવે છે જે એકબીજાના પ્રોફેશનને જાણે છે, એકબીજાના વિચારોથી પરિચિત થાય છે, નવું શીખે છે અને શીખવાડે છે, નવું સાહસ કરવા પીઠબળ પૂરું પાડે છે. તમે બીજા કાફેમાં જાઓ તો ત્યાં તમારી અજાણ્યાઓ સાથે વાતો નથી થતી પણ આ કાફેમાં સ્ટ્રેન્જર્સ આવે છે અને ડિફરન્ટ ટાઇપની કોફી પીએ છે અને બ્રુઇંગ પણ કરે છે. જેમને કોફીમાં ઇન્ટરેસ્ટ ના હોય તો તેમને પૂજાબેનના હસબન્ડ સૌમિલ ઝવેરી જેઓ બહુ મોટા ચાના શોખીન છે તે જાતે ચા બનાવીને પીવડાવે છે. આ કાફેમાં ફ્રેન્ડ્સ પણ રજિસ્ટ્રેશન કરાવીને જઈ શકે છે અને ફેમિલી પણ જઈ શકે છે. જોકે, આ કાફે સેટઅપ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્ટ્રેન્જર્સ એકબીજાના થોટ્સ જાણે, એકબીજાથી પરિચિત થાય તે છે.
ઘરના કાફે સેટઅપમાં આ રિતની હોય છે સીટીંગ વ્યવસ્થા
ઘરનું ડ્રોઈંગ રૂમ અને કિચન સાથે જોડાયેલું છે. સોફા પર અને નીચે ગાદલા પાથરી બેસવાની વ્યવસ્થા કરવામાં આવે છે. ઘરમાં ઓટલા જેવું છે તેની ઉપર ગાદી મુકાય છે. ડાઇનિંગ ટેબલ પર કોફીબારનું સેટઅપ કરાય. જે લોકોને બેસીને વાતો કરવી હોય તે બેસીને વાતો કરે અને જેમને સાથે ઉભા રહીને વાતો કરવી હોય, કોફી વિશે ચર્ચા કરવી હોય તે ઉભા રહીને વાતો અને સાથે કોફી બ્રુઇંગ કરી શકે છે. જેમના બાળકોને ઘરે સાચવવાવાળું કોઈ નહીં હોય તેઓ તેમના બાળકોને લઈને આવે તો બાળકો પૂજાની ડોટર સાથે ટાઇમ સ્પેન્ડ કરી શકે છે.