સુરતઃ શહેરમાં અકસ્માત અટકવાનું નામ લઈ રહ્યાં નથી. હજુ થોડા દિવસ પહેલાં એક ડમ્પર ચાલકે કતારગામમાં એમબીબીએસ પાસ આશાસ્પદ યુવાનને કચડી મોતને ઘાટ ઉતાર્યો હતો. તે ઘટના હજુ ભુલાઈ નથી ત્યાં આજે હજીરા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.
હજીરા હાઈવે પર એલ એન્ડ ટી કંપનીના ગેટ નંબર 2ની સામે જ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો ટ્રક ચાલક રોંગ સાઈડમાં ટ્રકને ચલાવી રહ્યો હતો. આ દરમિયાન સામેથી આવતી બસ ધકાડાભેર અથડાઈ હતી. જેથી ટ્રક અને બસના આગળના ભાગે ભારે નુકસાન થયું હતું. જ્યારે ટ્રકના ડ્રાઈવર અને હેલ્પર ફસાઈ ગયા હતાં. જેમને પતરા તોડીને બહાર કાઢવા પડ્યાં હતાં. અકસ્માતની જાણ થતાં જ હજીરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને ફાયર બ્રિગેડનો સ્ટાફ 108 સ્થળ ઉપર કામગીરી કરી હતી.
સ્થાનિકોએ કહ્યું કે, અવારનવાર અકસ્માત સર્જાય છે. તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેથી અમારી માગ છે કે, યોગ્ય નિરાકરણ લાવવામાં આવે. હાઈવે પર અકસ્માત સર્જાય છે. સાથે સાથે અંદરના રોડ પર પણ અકસ્માત થઈ રહ્યાં છે. ત્યારે પોલીસ દ્વારા પેટ્રોલિંગ સહિતના પગલાં લેવા જરૂરી છે.