સુરત: ધી કલોથીંગ મેન્યુફેકચરર્સ એસોસીએશન ઓફ ઇન્ડિયા (CMAI) દ્વારા ગત સપ્ટેમ્બર માસમાં મુંબઈનાં જીયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત ત્રિદિવસીય ‘સીએમએઆઇ ફેબ શો’દરમિયાન પત્રકાર પરિષદને સંબોધતાં કેન્દ્રના ટેક્સટાઇલ સેક્રેટરી ઉપેન્દ્ર પ્રસાદ સિંહે જાહેરાત કરી હતી કે, સરકારે આ-ટફ સ્કીમ લંબાવવાનો નિર્ણય લીધો છે.બ્લેક આઉટ પીરીયડમાં મશીનરી ઇમ્પોર્ટ કરનારાઓને પણ સબસિડી મળે એ માટે યોજનાની એક્સટેન્શન ડેટ 1 એપ્રિલ 2022 રાખવા દરખાસ્ત નાણાં મંત્રાલયને મોકલાઇ છે. આ જાહેરાતને બે મહિનાથી વધુ સમય થવા છતાં સરકારે કોઈ નોટિફિકેશન પ્રસિદ્ધ નહીં કરતાં લાખો, કરોડોની આધુનિક મશીનરી બેન્ક લોન પર ખરીદનારા ઉદ્યોગકારોની ચિંતા વધી છે.આ મામલે ફિઆસ્વી, ચેમ્બર ઓફ કોમર્સ અને ફોગવા સહિતની વિવિંગ સોસાયટીઓએ ટેક્સટાઈલ કમિશનર અને ટેક્સટાઈલ મંત્રીને રજૂઆત કરી છે.
કેન્દ્રના ટેક્સટાઈલ સેક્રેટરી યુપી સિંહે ત્યારે કહ્યું હતું કે A – ટફ સ્કીમ 31 માર્ચ 2022 થી બંધ થયાં પછી ઘણા ટેક્સટાઇલ સંગઠનોની આ સ્કીમ ચાલુ રાખવા રજૂઆતો મળી હતી.સ્પીનિંગ ઇન્ડસ્ટ્રીએ એવો અભિપ્રાય આપ્યો હતો કે આ સ્કીમને લીધે ઉદ્યોગને મોટો લાભ મળ્યો છે.ટેક્સટાઇલ મંત્રાલય સુધારા સાથે અને કેટલાક લુફોલ્સ બંધ કરવા સાથે આ સ્કીમ તા.1/4/2023 થી શરૂ કરવાનું આયોજન કરી રહ્યાં હતાં. પણ 31 માર્ચ પછી જે મશીનરી ઇમ્પોર્ટ થઈ તેવા બ્લેક આઉટ પીરીયડના MSME ઉદ્યોગકારોને અન્યાય ન થાય એ માટે ટેક્સટાઇલ મંત્રાલયે કેન્દ્રીય કેબિનેટને 1 એપ્રિલ 2022 થી એટલેકે,જૂની અસરથી એ-ટફ સ્કીમ એક વર્ષ માટે એક્સટેન્શન આપવા કેન્દ્રીય કેબિનેટને ભલામણ મોકલી દીધી છે. ટેક્સટાઇલ સેક્રેટરીએ કહ્યું હતું કે, પીએલઆઈ સ્કીમ-1 એ-ટફના વિકલ્પ તરીકે આપવામાં આવેલી સ્કીમ છે એ નરી અફવા છે.
બંને સ્કીમો જુદી છે. અત્યારે એ-ટફ સ્કીમ ચેઇન્જ કરવા અને લુફોલ્સ ક્લબ કરવાની પ્રોસેસ ચાલી રહી છે. કાપડ મંત્રી, સરકાર ભારતે વર્ષ 2025-26 સુધીમાં US $ 250 બિલિયનનું સ્થાનિક બજાર અને US $ 100 બિલિયનની નિકાસની દરખાસ્ત કરી છે, હાલમાં ભારતના ટેક્સટાઇલ સેક્ટરનું નિકાસ મૂલ્ય યુએસ $ 40 બિલિયનની આસપાસ છે.ડોમેસ્ટિક માર્કેટ US $120 બિલિયનનું ગણવામાં આવે છે. આટલા મોટા વિસ્તરણની અપેક્ષા રાખવામાં આવે છે, ત્યારે ઉદ્યોગને યુદ્ધના ધોરણે આધુનિક ટેકનોલોજી અપનાવવાની જરૂર છે જે ફક્ત અપફ્રન્ટ કેપિટલ સબસિડી આપીને જ પ્રાપ્ત કરી શકાય છે. આ સંદર્ભમાં આરઆરટીયુએફએસ અને આરટીયુએફએસની સફળતાનું એડવાઇઝર વઝીર દ્વારા રજૂ થયેલાં વિશ્લેષણ મુજબ ATUFS પાછળ 5000 કરોડની યોજના પાછળ 1500 કરોડની સબસિડીથી આ સેક્ટરમાં 90,000 કરોડનું મૂડીરોકાણ આવ્યું છે. ટેક્સટાઇલ કમિશનર ઑફિસના ડેટા મુજબ MSME ઉદ્યોગને TUF સબસિડીની રકમ મોટા પાયે ઉદ્યોગને વિતરિત કરવામાં આવતી TUF સબસિડીની રકમના 85%ની સરખામણીએ માત્ર 15% જેટલી છે.તેનાથી વિપરીત છે, MSME કાપડ ઉદ્યોગ કાપડ ઉત્પાદનમાં કુલ 90% ફાળો આપે છે.