વડોદરા : કેટલાય સમયથી ચાલી રહેલા બરોડા ડેરી વિવાદમાં આખરે પાટીલની ધાક કામ કરી ગઈ, બરોડા ડેરીના દંગલમાં સુખદ નિવેડો આવ્યો હતો મોવડી મંડળે આજે બરોડા ડેરીના સત્તાધીશો અને ડેરી સામે મોરચો માંડનાર ધારાસભ્યો વચ્ચે બેઠક કરી હતી જેના સુખદ પરિણામ રૂપે પશુપાલકોને ૨૭ કરોડ જેટલી માતબર રકમ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આમ 100 ધારાસભ્યો આવશે તો પણ ફરક નહીં પડે તેવું બોલનાર ડેરીના પ્રમુખ દિનુમામાની પાટીલ સામે હવા નીકળી ગઈ હતી અને ઢીલા પડી ગયેલા મામા ભાવફેર આપવા મજબૂર બન્યા હતા
બરોડા ડેરીમાં પશુપાલકો ને દૂધનો ભાવફેર મામલે ભાજપ વર્સીસ ભાજપ વચ્ચે જંગ જામ્યો હતો જેને પગલે વડોદરા જીલ્લાનું રાજકારણ પણ ગરમાયું હતું અને આખો વિવાદ ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના દરબારમાં પહોંચ્યો હતો સી.આર.પાટીલ દ્વારા તેમના નિવાસ સ્થાને બેઠક બોલાવી હતી. જેમાં કેતન ઈનામદાર સહિતના ધારાસભ્યો અને ડેરીના પ્રમુખ દિનુમામા સહિત સત્તાધીશો હાજર રહ્યાં હતાં. આ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અનુસાર પશુપાલકોને રૂ.27 કરોડ બરોડા ડેરી દ્વારા ચૂકવવામાં આવશે હાલ બરોડા ડેરી દશેરા સુધી 18 કરોડ અને માર્ચ સુધી 9 કરોડ આપશે એટલે બરોડા ડેરી પશુપાલકોને ભાવ ફેર માટે માટે કુલ ૨૭ કરોડ રૂપિયા ચુકવશે. આજની બેઠક બાદ છેલ્લા ઘણા સમયથી ચાલતા વિવાદનો સુખદ અંત આવ્યો હતો અને આખા મામલે પશુપાલકોની જીત થઇ હોવાનું મનાય છે.
ધારાસભ્યનું શક્તિપ્રદર્શન કામ કરી ગયું
બરોડા ડેરીના દૂધના ભાવફેર મુદ્દે ચાલતા વિવાદનો આજે સુખદ સમાધાન થયું છે જોકે આ સમગ્ર પ્રકરણમાં બરોડા ડેરી સામે મોરચો માંડનાર ધારાસભ્યોની એકતા રંગ લાવી હતી ધારાસભ્યોએ એકજૂટ થઇ ડેરી સામે જંગ છેડતા મામલો ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના સુધી પહોંચ્યો હતો અને બેઠક બાદ પશુપાલકોના હિતમાં નિર્ણય લેવાતા ચારે ધારાસભ્યો ની એકતાના અને દર્શન ને કારણે મોવડીમંડળ પણ ધારાસભ્ય તડપે ઝૂકી ગયું હોવાનું મનાય છે ધારાસભ્યોના શક્તિપ્રદર્શન પાછળ બળવાની પણ બુ આવતી હતી એટલે કદાચ મોવડી મંડળ સામે ચૂંટણી કોઈ રિસ્ક લેવા માંગતું ન હોય ધારાસભ્ય તરફે નિર્ણય લેવાયો હોવાનું પણ કહેવાય છે
કેતનના મિજાજ સામે મામાની રાજકિય શરણાગતિ
રાજકીય ક્ષેત્રે ચર્ચા જગાવનાર બરોડા ડેરી વિવાદ પાછળ આગામી વિધાનસભાની ચૂંટણી હોવાનું પણ મનાય છે ધારાસભ્ય કેતન ઇનામદારને પશુપાલકોના હિત માં કદાચ પોતાનું રાજકીય હિત દેખાયું હશે એટલે ભાવ ફેર મુદ્દે બરોડા ડેરી સામે જ બંડ પોકાર્યો હતો જેને વડોદરાના અન્ય ધારાસભ્ય શૈલેષ સોટ્ટા મધુ શ્રીવાસ્તવ અને અક્ષર પટેલનો પણ સાથ મળ્યો હતો આ તમામ ધારાસભ્યોએ મજબૂત બની ડેરી સત્તાધીશો સામે લડતા શરૂ કરતા વાત ગાંધીનગર સુધી પહોંચી હતી અને આખરે ગાંધીનગરમાં પ્રદેશપ્રમુખ સી.આર.પાટીલની મધ્યસ્થી સાથે જ વિવાદ પર હાલ પૂરતું તો પૂર્ણવિરામ મૂકાઇ ગયું છે જોકે વડોદરા જિલ્લાના રાજકીય વર્તુળો ચર્ચા છે કે કેતનના મિજાજ સામે દિનુમામાએ પોતાની રાજકીય શરણાગતિ સ્વીકારી લીધી છે જેને રાજકીય લોકો મામાની રાજકીય હાર પણ માને છે