રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 53 કેસ નોંધાયા છે. સાથે 53 દર્દી સાજા પણ થયા છે. બુધવારે રાજ્યમાં સૌથી વધુ કેસ વડોદરા મનપામાં 13 કેસ નોંધાયા છે. સાથે જ છેલ્લા 24 કલાકમાં 53 કોરોના દર્દી સાજા થયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ આઠ લાખથી વધુ કોરોના દર્દીઓ સાજા થયા છે. બીજી બાજુ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 555 છે. જેમાંથી 5 દર્દી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે 550 દર્દી સ્ટેબલ છે.
બુધવારે નોંધાયેલા નવા કેસમાં વડોદરા મનપામાં 13, અમદાવાદ મનપામાં 8, રાજકોટ મનપામાં 7, સુરત મનપામાં 6, નવસારીમાં 4, કચ્છમાં 3, આણંદ, જામનગર ગ્રામ્ય-મનપામાં 2-2, ભરૂચ, ભાવનગર મનપા, ખેડા, પંચમહાલ, રાજકોટ ગ્રામ્ય, વલસાડમાં 1-1 નવા કેસ નોંધાયા છે. બુધવાર સાંજે ચાર વાગ્યા સુધીમાં 3,31,226 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું છે.
રાજ્યમાં બુધવારે હેલ્થ કેર વર્કર અને ફન્ટલાઈન વર્કરને પ્રથમ ડોઝ 16 અને બીજો ડોઝ 1,148, જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના પ્રથમ ડોઝ 9,525 અને બીજો ડોઝ 76,508 તેમજ 18-45 વર્ષ સુધીના પ્રથમ ડોઝ 33,189 અને બીજો ડોઝ 2,10,840 મળી આજે કુલ 3,10,840 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 8,61,97,651 વ્યક્તિને રસી આપવામાં આવી છે.