Charchapatra

ક્રોધ અને આક્રોશ વચ્ચે પાતળી ભેદરેખા

સામાન્ય રીતે ક્રોધ એટલે ગુસ્સો. કોઈ વ્યકિતને વાતવાતમાં ગુસ્સો આવે અથવા સ્વભાવ જ ગુસ્સાવાળો હોય, ક્રોધને મનુષ્યનો વેરી કહ્યો છે. વ્યકિતએ કરેલા ગુસ્સાની સામી વ્યક્તિ પર અને પોતાના સ્વાસ્થ્ય પર માઠી અસર જોવા મળે છે. જયારે કયાંક કશું ખોટું થતું હોય અને અન્યાય થતો હોય તેની સામે વ્યકિત પોતાનો આક્રોશ (સાચો ગુસ્સો) વ્યકત કરે તેમાં કશું ખોટું નથી. આમ, સામાન્ય વાતમાં વારંવાર વ્યકત થતો અકારણ ગુસ્સો અને સકારણ આક્રોશ એ બે માં પાતળી ભેદરેખા છે.શિવજીએ ગુસ્સામાં જે છોકરાનું માથું ધડથી અલગ કર્યું હતું તે જ ગણપતિ. આમ, ગુસ્સાનું વરવું સ્વરૂપ તે આ પ્રસંગ. એ અવારનવાર આવતા ક્રોધને કાબૂમાં રાખવો જરૂરી. ગુસ્સામાં બોલાયેલા શબ્દો સંબંધોમાં માઠાં પરિણામો લાવે છે અને કહેવાય છે કે તમે નહીં બોલાયેલા શબ્દના જ માલિક છો અને શબ્દોના ગુલામ!
સુરત – વૈશાલી જી. શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top