ઉત્તર પ્રદેશના સંભલમાં એક મંદિર ફરી ખોલવામાં આવ્યું છે. નગર હિન્દુ સભાના આશ્રયદાતા વિષ્ણુ શરણ રસ્તોગી દાવો કરે છે કે મંદિર 1978 પછી ફરી ખોલવામાં આવ્યું છે. 46 વર્ષ બાદ શિવ મંદિરના દરવાજા ખુલ્યા છે, ત્યારબાદ સફાઈનું કામ પૂર્ણ થઈ ગયું છે અને હિન્દુઓએ પૂજા કરવાનું શરૂ કરી દીધું છે. આ પ્રસંગે સમગ્ર આકાશ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
તમને જણાવી દઈએ કે આ શિવ મંદિર સપા સાંસદ જિયાઉર રહેમાન બર્કના ઘરથી થોડે દૂર આવેલું છે. મામલો નખાસા પોલીસ સ્ટેશન વિસ્તારના મોહલ્લા ખગ્ગુ સરાયનો છે. 1978થી બંધ પડેલું જૂનું મંદિર પોલીસે ખોલ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક સમયે અહીં એક પૂજારી રહેતો હતો, તેણે ડરના કારણે મંદિર અને વિસ્તાર છોડી દીધો હતો. પૂજારીના કહેવા પ્રમાણે અહીં પૂજાપાઠ કરવાની અને આરતી કરવાની કોઈની હિંમત નહોતી. ગભરાટના કારણે મંદિરના પૂજારીઓએ નજીકમાં બનાવેલું ઘર વેચી દીધું અને મંદિરને તાળું મારીને ચાલ્યા ગયા હતા.
મંદિર પાસે આવેલો કૂવો પણ અન્ય સમાજ દ્વારા બંધ કરીને ભરવામાં આવ્યો હતો. ઓછી હિંદુ વસ્તીને કારણે તમામ લોકો અહીંથી હિજરત કરી ગયા હતા. હવે શનિવારે વિજ ચેકિંગ દરમિયાન પ્રશાસનની નજર મંદિર પર પડતાં પૂજારીને બોલાવવામાં આવ્યા હતા અને મંદિરમાં તપાસ કર્યા બાદ તાળું ખોલવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓએ મંદિરની અંદરની સફાઈ કરી હતી. અહીં ભગવાન શિવનું શિવલિંગ અને હનુમાનજીની મૂર્તિ હાજર હતી.
વાસ્તવમાં સંભલ પ્રશાસને મોટી કાર્યવાહી કરી અને શિવ મંદિરના દરવાજા ખોલ્યા જે 46 વર્ષ પછી થયું છે. આ મંદિર એ જ વિસ્તારમાં છે જ્યાં હિંસા થઈ હતી અને લાંબા સમયથી બંધ હતું. મંદિરના દરવાજા ખુલ્યા બાદ પોલીસકર્મીઓએ જાતે જ શિવલિંગ અને અન્ય દેવી-દેવતાઓની મૂર્તિઓની સફાઈ કરી હતી. નગર હિન્દુ સભાના આશ્રયદાતા વિષ્ણુ શરણ રસ્તોગી દાવો કરે છે કે મંદિર 1978 પછી ફરી ખોલવામાં આવ્યું છે.