SURAT

‘હું તને બધી હેલ્પ કરીશ…’, સુરતમાં શિક્ષકે 15 વર્ષની વિદ્યાર્થીનીને મેસેજ કર્યા, પછી થયું એવું કે..

સુરત : શિક્ષણજગત પર લાંછન લગાડતો કિસ્સો સુરતમાં બન્યો છે. અહીંના લિંબાયત વિસ્તારની શાળાના એક શિક્ષકે 15 વર્ષની સગીર વિદ્યાર્થીનીની છેડતી કરી છે. શિક્ષક વિદ્યાર્થીનીને ગંદા મેસેજ મોકલતો હતો. આખરે કંટાળીને વિદ્યાર્થીનીએ પોતાના માતા-પિતાને ફરિયાદ કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો છે.

લિંબાયતમાં સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થિનીના મોબાઇલ પર મેસેજ લખ્યો કે ‘હું બધી હેલ્પ કરીશ, પૈસા જોઇએ તો બોલ, બટ તુ ગમે મને, પ્લીઝ ખોટું ન લગાવતી.’ મેસેજ કર્યા હતા. બીજી તરફ વિદ્યાર્થિનીએ શિક્ષકને મેસેજ કરી એવુ લખ્યું કે‘ સર તમે તો મારા ગુરુ છો,’ છતાં શિક્ષકે વિદ્યાર્થિની મોબાઇલમાં મેસેજ કરતો રહેતો હતો. 

છેવટે સગીરાએ કંટાળીને પરિવારને આ બાબતે ફરિયાદ કરી હતી. પોતાની દીકરીની છેડતી તેનો શિક્ષક જ કરતો હોવાની વાત સાંભળી અને મેસેજ જોઈ માતા-પિતા રોષે ભરાયા હતા. સગીર વિદ્યાર્થીની માતાએ લિંબાયત પોલીસમાં લંપટ શિક્ષક વિરુદ્ધ ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે સ્કુલના શિક્ષક વત્સલ મોહનસિંગ રાઠોડ સામે છેડતી અને પોક્સો એકટની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર લંપટ શિક્ષક છેલ્લા 20-25 દિવસથી શિક્ષકે 15 વર્ષની સગીર વિદ્યાર્થિનીના મોબાઇલમાં અભદ્ર મેસેજ કરતો હતો. શિક્ષક સગીર વિદ્યાર્થીનીને મિત્રતા રાખવા દબાણ કરી જાતીય માંગણી પણ કરતો હતો. વિદ્યાર્થિની શિક્ષકની આવી હરકતથી કંટાળી ગઈ હતી. છેવટે તેણે પરિવારને ફરિયાદ કરી હતી. જેથી મામલો લિંબાયત પોલીસમાં પહોંચ્યો છે. વધુમાં પોલીસે જણાવ્યું કે આરોપી શિક્ષક પરિણીત છે અને સંતાનમાં એક દીકરી અને એક દિકરો છે.

Most Popular

To Top