બાળકોને પોતાનું સ્વતંત્ર અને આગવું વ્યક્તિત્વ હોય છે. બાળકને બધું જ પોતાની જાતે કરવું છે. જાતે કામ કરીને બાળક પોતે સ્વાવલંબી છે તે પણ તેને પુરવાર કરવું છે. બાલમંદિર હોય કે શાળા હોય કે પછી બાળકનાં પાલક હોય પરંતુ સહુની ફરજ છે કે કુટુંબમાં બાળકને પૂરતી સ્વતંત્રતા આપવી. બાળકને સતત પ્રવૃત્તિશીલ રહેવાનું ગમે છે. પ્રવૃત્તિ દ્વારા બાળકની બુદ્ધિશક્તિનો વિકાસ થાય છે. એટલું જ નહિ પરંતુ તેના વડે હૃદયનો પણ વિકાસ થાય છે. આ હૃદયનું શિક્ષણ જ બાળકને માનવ બનાવે છે.
આજના નાના પરિવારમાં માતા-પિતા પોતાના બાળક માટે પૂરતો પ્રેમ વ્યકત કરતાં હોય છે. બજારમાં ઉપલબ્ધ મોંઘાંદાટ રમકડાં કે વસ્તુઓ ખરીદીને પોતાનાં બાળકને આપતાં હોય છે. પરંતુ આવું કરવાને બદલે માતા-પિતા જાતે જ કંઇક બનાવતાં શીખે તો વધુ નક્કર પરિણામ જોવા મળશે. બાળકને પણ પોતાનાં માતા-પિતા કંઇ શીખવાડે તે બહુ ગમે છે. આથી બાળકોનું મન અને બુદ્ધિનું એકાકીકરણ સધાય છે. પરિણામે બાળકમાં વધુ ઝડપથી નવું નવું અપનાવવાની ક્ષમતા વિકસિત થાય છે.
બાળમાનસના આ પાયાના સિદ્ધાંતોને લક્ષમાં રાખી ભાવનગરથી શિશુવિહાર સંસ્થાના ઉપક્રમે વર્ષ ૨૦૧૮ થી શ્રી મીનાબહેન હેમાણી જીવનકૌશલ તાલીમ કેન્દ્રનો પ્રારંભ થયો છે. પ્રત્યેક શનિવારે ૩૮-૪૦ બાળકો સાંજના ૫:૩૦ થી ૬:૩૦ એકત્ર થાય છે અને શિક્ષક શ્રી પ્રીતિબહેન ભટ્ટ તેમને વાર્ષિક આયોજન અનુસાર નિયત પ્રવૃત્તિ માટેનું મટીરીયલ અને તાલીમ આપે છે.
વર્ષ ૨૦૧૨માં શિશુવિહાર સંસ્થામાં ચાલતા બાળ શિક્ષક તાલીમ વર્ગમાં ડિપ્લોમા કરનાર અને ત્યાર બાદ સંસ્થાના બાલમંદિરમાં શિક્ષક અને હવે આચાર્ય તરીકે સેવાર્થી પ્રીતિબહેન ભટ્ટ દ્વારા ૨૫૦ શનિવાર દરમિયાન ૮૧૩૪ વિદ્યાર્થીઓને જીવન શિક્ષણ સાથે જોડવામાં આવ્યાં છે. વર્ષ ૨૦૧૮ થી ૨૦૨૫ દરમિયાન જીવનકૌશલ વિષયની ૩૫ તાલીમમાં ૯૦૫ વિદ્યાર્થી ભાઈ બહેનોને, કલાત્મક ગૃહકાર્યની ૫૬ તાલીમમાં ૧૮૧૫ બાળકોને, હસ્તકૌશલની ૪૪ તાલીમમાં ૧૩૯૮, પેપર ક્રાફટની ૬૧ તાલીમમાં ૧૯૫૮ બાળકો તેમજ સર્જનાત્મક્તા અને ગૃહકાર્યની ૫૪ તાલીમો થકી કુલ ૮૧૩૪ બાળકોને જીવનકૌશલનો પરિચય આપ્યો છે, જે નોંધનીય બને છે.
જીવનપર્યંત સર્જનશીલ રહેનાર શિશુવિહાર સંસ્થાનાં સ્થાપક સભ્યશ્રી હીરાબહેન ભટ્ટની સ્મૃતિમાં વર્ષ ૨૦૧૦થી પ્રારંભાએલ સર્જનશીલતા તાલીમ અંતર્ગત છેલ્લાં ૧૪ વર્ષમાં ૩૪૧૩ વિદ્યાર્થીઓ તાલીમબદ્ધ થયાં છે જે નોંધનીય બને છે. માનવજીવનના આનંદ અસ્તિત્વમાં વધારો કરનાર કલાત્મક કૌશલના વિસ્તાર માટેના સંસ્થાગત હેતુ માટે પ્રતિ વર્ષ યોજાતા તાલીમ કાર્યક્રમો માટે પણ શ્રી પ્રીતિબહેન ભટ્ટની બાળનિષ્ઠા શિક્ષકો માટે અનુકરણીય રહી છે.
નવી શિક્ષણ નીતિમાં જ્યારે માતૃભાષા અને ભાર વિનાના મોજીલા શિક્ષણનો સાર્વત્રિક સ્વીકાર થયો છે. સવિશેષ શિક્ષણ દ્વારા ૩૬૦ ડિગ્રી બાળવિકાસના સર્વાંગીણ હેતુ માટે સરકાર અને શાળા સંચાલકો હકારાત્મક બન્યાં છે ત્યારે શ્રી પ્રીતિબહેન ભાવનગરની સેવા અને શિક્ષણ ભૂમિ શિશુવિહારથી છેલ્લાં ૧૫ વર્ષમાં વાર્ષિક કાર્યક્રમ તરીકે યોજાયેલા વિષયલક્ષી તાલીમ અને તે દ્વારા તાલીમબદ્ધ ૩૪૧૩ વિદ્યાર્થીઓની ઉપલબ્ધિ પણ દફતર વિનાના શનિવારને પ્રફુલ્લિત કરવા માટે શિક્ષકનું પ્રેરણાદાયી પ્રદાન બની રહે છે.
વર્ષ ૨૦૧૦ થી ૨૦૨૫ દરમિયાન થર્મોકોલ કટીંગ તાલીમ, ભૌમિતિક ચિત્ર તાલીમ, ફૂલદાની નિર્માણ તાલીમ, હેંગિંગ બાસ્કેટ તાલીમ, રંગ આકૃતિ મિશ્રણ તાલીમ, બ્યુટી એસેસરી તૈયાર કરવાની તાલીમ, ભાતીગળ ચિત્ર તાલીમ, હેન્ડ એમ્બ્રોડરી તાલીમ, ઓરીગામી, પ્લાસ્ટિક વેસ્ટનો સર્જનાત્મક ઉપયોગ, સૌંદર્ય પ્રસાધન તાલીમ પ્રકારે ૧૪ જીવનકૌશલ કેળવણીમાં કુલ ૩૪૧૩ વિદ્યાર્થીઓ સહભાગી થયાં છે. શિક્ષક પોતાનામાં સામાન્ય હોતો નથી. તે ઉક્તિ માત્ર શિક્ષકના અહમને પોષણ આપનાર નથી. શિક્ષક જ્યારે સમાજ પરિવર્તનનું માધ્યમ બને છે ત્યારે શિક્ષક થકી વિદ્યાર્થીઓમાં રોપાયેલ સર્જનશીલતાનું બીજ વૃક્ષ બને છે.
શિશુવિહાર સંસ્થાના તાલીમી શિક્ષક શ્રી પ્રીતિબહેન ભટ્ટ દ્વારા વર્ષ ૨૦૧૨ થી ૨૦૨૩ દરમિયાન ભાવનગર શહેરની ૩૧૪ આંગણવાડીનાં શિક્ષકોને શૈક્ષણિક સાધનની તાલીમ, બાળવિકાસ આનુષાંગિક મોન્ટેસરી તાલીમ, બાળવાર્તા, જોડકણાં, ગીત, પપેટસ તાલીમ, ફર્સ્ટ એઇડ તાલીમ, બાળ અભિનય ગીત તાલીમ, મૂળાક્ષર, રંગ, આકાર, અભિવ્યક્તિ તાલીમ, ક્રાફટ ટ્રેનિંગ, આંગણવાડી સંચાલન અને બાળશિક્ષણની સાધન સાથે તાલીમ આપી ૬૦૦૦ બાળશિક્ષકોને લાભાન્વિત કર્યાં છે. બાલમંદિરના એક શિક્ષકનું જીવન શિક્ષણ તાલીમ માટેનું વૈયક્તિક પ્રદાન બાળવિકાસના હેતુને સુદૃઢ કરનાર બને છે. જે મોજીલા અને ભાર વિનાના શિક્ષણની પ્રસ્તુતિ કરતી નવી શિક્ષણ નીતિ માટે ઉદાહરણરૂપ બને છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.