World

ન્યુયોર્કમાં ટેપ લગાવેલું એક કેળું 52 કરોડમાં વેચાયું!, એવું તો શું હતું આ કેળામાં, જાણો..

નવી દિલ્હીઃ અમેરિકાના ન્યુયોર્કમાં યોજાનારી હરાજીની હાલ ઘણી ચર્ચા થઈ રહી છે. અહીં ટેપ લગાવેલા કેળા માટે બોલી લગાવવામાં આવી હતી. તેને ખરીદવા માટે લોકોમાં હરીફાઈ જોવા મળી હતી. આ માટે ખરીદનારાઓ કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર હતા. કેળું ખરીદવા $5.2 મિલિયન સુધીની બિડ કરવામાં આવી હતી. એટલે કે ખરીદદારો 43 કરોડ રૂપિયા સુધી ચૂકવવા તૈયાર હતા. આખરે કેળામાં એવું શું હતું કે ટેપ લગાવેલા કેળા માટે લોકો આટલા પૈસા આપવા તૈયાર હતા.

આ હરાજી માત્ર એક કેળાની નહોતી. આ એક પ્રખ્યાત આર્ટવર્કની હરાજી હતી. આર્ટવર્કના નામે દિવાલ પર ટેપ કરેલું કેળું હતું. આ ડક્ટ-ટેપ્ડ બનાના મૌરિઝિયો કેટેલનનું આર્ટવર્ક ‘કોમેડિયન’ છે. તે એક પ્રખ્યાત આર્ટવર્ક માનવામાં આવે છે અને તેને ન્યૂયોર્કની હરાજીમાં 5.2 મિલિયન યુએસ ડોલરમાં વેચવામાં આવી હતી. ખરીદદારે $6.2 મિલિયન એટલે કે રૂ. 52 કરોડ ચૂકવ્યા હતા.

ચીની ઉદ્યોગસાહસિકે કેળું ખરીદયું
આ કેળું એક ચીની ઉદ્યોગસાહસિકે ખરીદયું હતું. તેના માટે 52 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. ક્રિપ્ટો ઉદ્યોગસાહસિક જસ્ટિન સને 2019 માં વાયરલ થયેલા આર્ટવર્કના ત્રણ સંસ્કરણોમાંથી એક ખરીદ્યું હતું. મૌરિઝિયો કેટટેલનની ડક્ટ-ટેપ્ડ બનાના વોલ આર્ટનો પ્રારંભિક અંદાજ US$1 થી 1.5 મિલિયન હતો જ્યારે તે હરાજી માટે મૂકવામાં આવ્યો હતો.

8 લાખ યુએસ ડોલરથી હરાજી શરૂ થઈ હતી
કોમેડિયન શીર્ષક 2019 આર્ટવર્કના ત્રણ સંસ્કરણો દર્શાવે છે. આમાંથી એકની બુધવારે સાંજે ન્યૂયોર્કના સોથેબીમાં હરાજી કરવામાં આવી હતી. આ હરાજીમાં બિડિંગ US$800,000 થી શરૂ થયું અને ઝડપથી પ્રારંભિક અંદાજથી આગળ વધી ગયું હતું. જ્યારે બિડિંગ US$5.2 મિલિયન સુધી પહોંચી, ત્યારે હરાજી કરનાર ઓલિવર બાર્કરે કહ્યું, મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું કેળા માટે $5 મિલિયનની બોલી લગાવીશ.

આર્ટવર્ક માટે કેળા 35 સેન્ટમાં ખરીદવામાં આવ્યા હતા
સોથેબીઝ ખાતે પ્રદર્શિત કેળા તે દિવસે અગાઉ 35 સેન્ટમાં ખરીદવામાં આવ્યા હતા. સોથેબીની ચાઇના ઑફિસમાંથી ઝેન હુઆએ ચાઇનીઝમાં જન્મેલા ક્રિપ્ટો ઉદ્યોગસાહસિક જસ્ટિન સન વતી અંતિમ બિડ લગાવી હતી, જે ખરીદનારના પ્રીમિયમ સહિત US$6.2 મિલિયન ચૂકવશે. બદલામાં કેળા અને ડક્ટ ટેપનો રોલ તેમજ સર્ટિફિકેટ અને ગાઈડલાઈન બુક પ્રાપ્ત થશે. જો તેઓ ઈચ્છે તો કેળાને કેવી રીતે બદલવું તેની સૂચના તેમાં હશે.

ખરીદનાર કેળા ખાશે
જસ્ટિને કહ્યું કે, આ માત્ર એક આર્ટવર્ક નથી, તે એક સાંસ્કૃતિક ઘટનાનું પ્રતિનિધિત્વ કરે છે જે કલાની દુનિયા, મીમ્સ અને ક્રિપ્ટોકરન્સી સમુદાયને જોડે છે. મને વિશ્વાસ છે કે આ કાર્ય ભવિષ્યમાં વધુ વિચાર અને ચર્ચાને પ્રેરણા આપશે અને ઈતિહાસનો હિસ્સો બની જશે. સને કહ્યું કે તે કલા ઇતિહાસ અને લોકપ્રિય સંસ્કૃતિ બંનેમાં તેના સ્થાનને માન આપવા માટે કેળા ખાવાની યોજના ધરાવે છે.

Most Popular

To Top