સુરતઃ દક્ષિણ ભારતના સુપર સ્ટાર અલ્લુ અર્જુનની સુપર હીટ ફિલ્મ પુષ્પા-2 ગઈકાલે તા. 5 ડિસેમ્બરના રોજ થિયેટરોમાં રિલિઝ થઈ છે. આ ફિલ્મ અને ફિલ્મના કલાકારો પાછળ લોકો પાગલ થયા છે. ત્યારે સુરતમાં પણ પુષ્પાનો ક્રેઝ જોવા મળ્યો છે. સુરતના એક વેપારીએ પુષ્પાની પ્રિન્ટવાળી સાડી માર્કેટમાં લોન્ચ કરી છે.
અલ્લુ અર્જુનના ચાહક એવા ચરણજિત ક્રિએશન્સ દ્વારા સાડી બનાવવામાં આવી છે. જે રૂંગટા સિનેમા ખાતે પુષ્પા-2ના પહેલા દિવસને ઐતિહાસિક બનાવીને અનોખી રીતે તેની ઉજવણી કરાઈ હતી. ખાસ પુષ્પા-2 સાડી કલેક્શન લોન્ચ કરવામાં આવ્યું હતું. જેમાં મોડલને સાડી પહેરાવવામાં આવી હતી. સુપરસ્ટારને સમર્પિત હતું. પુષ્પા સિરીઝમાં તેની શાનદાર ભૂમિકા હતી.
ચરનપાલસિંહે કહ્યું કે, મેં બે વર્ષ પહેલાં પણ પુષ્પાની સાડી બનાવી હતી. ફેનને બધી છૂટ હોય છે. પુષ્પા-2 માટે મેં સાડી બનાવી છે. પોસ્ટર, પ્રોમો સહિતની ચીજો પરથી આ સાડી બનાવવામાં આવી છે. આજે જે લોકો મૂવી જોવા આવ્યા છે. તેમાં લકી સીટ પર આ સાડી દર્શકોને આપી છે.
મોદી, યોગી અને બાહુબલી બાદ પુષ્પા, પુષ્પા-2 સાડી સુરતના બજારમાં આવી છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવનાર ‘બાહુબલી’ ફિલ્મ બાદ હવે પુષ્પા ફિલ્મની ઝલક પણ સુરત ટેક્સટાઈલ માર્કેટની સાડીઓ પર જોવા મળી છે. અગાઉ મોદી યોગી સાડીએ યુપીના કાપડ બજારોમાં ધૂમ મચાવી હતી. ફિલ્મ અભિનેત્રી હેમા માલિનીને તેમાં સામેલ કર્યા બાદ તેનો રાજકીય અને બિઝનેસ ક્રેઝ વધુ વધી ગયો હતો.