સુરત : શહેરની ઉધના બેઠી કોલોની પાસે એક ફોર વ્હીલ ગાડીમાં અચાનક આગ લાગી જતા અફરાતફરી નો માહોલ ઉભો થયો હતો. શુક્રવારે મોડી રાત્રે બર્નિંગ કારને લઈ ફાયર બ્રિગેડની ગાડીઓએ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. કોઈ જાનહાની થઈ નથી. કારમાં આગ લાગવા પાછળ વધુ પડતું હીટિંગ જવાબદાર હોવાની વિગતો જાણવા મળી છે. ઘટનાના લાઈવ વિડીયો સામે આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શુક્રવારે મોડી રાત્રે ઉધના બેઠી કોલોનીમાં એક કારમાં આગ લાગી હતી. આ કાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની હોવાની વિગતો જાણવા મળી છે. કાર માલિક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ધીરજ ખંડેલવાલ એ જણાવ્યું હતું કે માન દરવાજા સામે ગોલ્ડન પ્લાઝામાં તેમની ઓફીસ આવેલી છે. શુક્રવારની રાત્રે લગભગ 8:20 મિનિટ ઘરે જવા નીકળ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. ફાયર ને જાણ કર્યા બાદ ગણતરીની મિનિટોમાં ફાયરના જવાન દોડી આવ્યા હતા. બર્નીંગ કારની આગ કાબુમાં લેતા રાહતનો શ્વાસ લીધો હતો.
વધુમાં જણાવ્યું હતું કે તેઓ અઠવાલાઇન્સ ગોકુલમ ડેરી સામે ના એપાર્ટમેન્ટમાં રહે છે. આગ લાગ્યાની જાણ થતા કારને રોડ બાજુએ પાર્ક કરી હતી. અનાજની ટ્રકમાંથી સામાન અનલોર્ડ થતો હતો. મજૂરોએ મને ઇશારાથી કાર ની આગ બાબતે જાણ કરી હતી. જોકે ઘટનાની જાણ બાદ તાત્કાલિક કાર માંથી બહાર નીકળી જતા કોઈ જાનહાની નોંધાઈ હતી. કાર 5 વર્ષ જૂની હતી અને ઈન્સ્યુરન્સ હતો. હાલ તપાસ ચાલી રહી છે.