સુરત: સુરત (Surat) માં ગેસ સિલિન્ડર (gas cylinder) ભરેલા ટેમ્પા (Tempo)માં આગ (Fire) લાગવાની ઘટના સામે આવી છે. ભેસ્તાન વિસ્તારમાં આ ઘટના બની હતી. આગના પગલે નાસભાગ મચી જવા પામી હતી. જો કે પેટ્રોલ પંપનાં કર્મચારીઓ સતર્કતા દાખવી આગ કાબુમાં લીધી હતી. જેના પગલે મોત દુર્ઘટના ટળી હતી. જો કે આ ઘટનાનાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
- ભેસ્તાનમાં પેટ્રોલ પંપ પર મોટી દુર્ઘટના ટળી
- ગેસ સિલિન્ડર ભરેલા ટેમ્પોમાં લાગી આગ
- પેટ્રોલ પંપના કર્મીઓએ આગ કાબુમાં લીધી
- ઘટનાના cctv ફૂટેજ આવ્યા સામે
સુરતનાં ભેસ્તાન વિસ્તારમાં આવેલા એક પેટ્રોલ પંપ પર HP કંપનીના ગેસ સિલિન્ડરનો ટેમ્પો ડીઝલ પુરાવવા માટે આવ્યો હતો. આ દરમિયાન સિલિન્ડર ભરેલા આઇસર ટેમ્પોમાં ડીઝલ ભરતી વેળાએ જ આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. આગ લાગતા પેટ્રોલ પંપનાં કર્મચારીઓ દોડી આવ્યા હતા. આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા તેઓએ [પેટ્રોલ પંપનાં કર્મચારીઓએ આગ પર કાબુ મેળવી લીધો હતો. ટેમ્પામાં ગેસ સિલિન્ડરની બોટલો હતી. જો કે આગ વાધું વિકરાળ બની હોતો તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. પરંતુ પેટ્રોલ પંપનાં કર્મચારીઓએ સતર્કતા દાખવી હતી. જીવનાં જોખમે કર્મીઓએ ફાયરનાં સાધનોની મદદથી આગ પર કાબુ મેળવ્યો હતો.
ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે
પેટ્રોલ પંપ પર બનેલી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં આગ લાગવાની સમગ્ર ઘટના કેદ થઇ છે. જેમાં ટેમ્પામાં ડ્રાઈવર ડીઝલ પુરાવી રહ્યો હતો. આ દરમિયાન ટેમ્પામાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. જેથી ડ્રાઈવરે બુમાબુમ કરી દીધી હતી. જેથી આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા. જોત જોતામાં જ ટેમ્પામાં આગ ફાટી નીકળી હતી. આગ લાગી તે સમયે ડ્રાઈવર જીવનાં જોખમે ટેમ્પાની બીજી બાજુની બારી ખોલી દીધી હતી અને તુરંત જ બહાર આવી ગયો હતો. પેટ્રોલ પંપ પર આગને જોતા કર્મચારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. જે પૈકી એક કર્મચારી ફાયરનાં સાધનને લાવી અને આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે જે પ્રકારે આગ લાગી હતી જો આ અઆગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોય તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. પરંતુ પેટ્રોલ પંપનાં કર્મચારીઓએ જે પ્રકારે સતર્કતા દાખવી તેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.