SURAT

ડિજીટલ મતદાર ઓળખકાર્ડ E-EPIC ડાઉનલોડ કરવાં અંગેની ખાસ ઝુંબેશ યોજાશે

સૂરત: પ્રવર્તમાન ડિજીટલ યુગમાં મતદારો પોતાનું મતદાર ઓળખકાર્ડ ઓનલાઈન મેળવી શકે તે માટે કેન્દ્રીય ચૂંટણી પંચે તા.૨૫/૦૧/૨૦૨૧ થી મતદારો માટે e-EPIC ની સુવિધા શરૂ કરી છે. પ્રથમ તબક્કે તા.૨૫ જાન્યુ.થી ગત મતદારયાદી સુધારણા કાર્યક્રમ-૨૦૨૧ માં જે લાયક યુવા મતદારોએ મતદારયાદીમાં પ્રથમવાર નોંધણી કરાવી હોય અને નોંધણી વખતે તેમનો મોબાઈલ નંબર આપ્યો હોય તેઓ આ સુવિધાનો લાભ મેળવી શકે છે.

તમામ વિધાનસભા વિસ્તારોના મતદાન મથકો પર બુથ લેવલ ઓફિસરો ઉપસ્થિત રહી e-EPIC ડાઉનલોડ કરવા અંગે મતદારોને માર્ગદર્શન આપશે

હાલમાં સુરત જિલ્લામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ-2021 દરમ્યાન મતદારયાદીમાં નોંધાયેલા નવા મતદારો પૈકી કુલ ૬૧,૫૦૫ મતદારોના e-EPIC ડાઉનલોડ થવા પાત્ર છે. જે પૈકી કુલ-૨૨,૪૯૫ મતદારોએ e-EPIC ડાઉનલોડ કર્યું છે, અને કુલ ૩૯,૦૧૦ મતદારોના e-EPIC ડાઉનલોડ કરવાના બાકી છે. આ કામગીરી તા.૧૫ માર્ચ સુધીમાં ૧૦૦% પૂર્ણ થાય તે માટે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીશ્રી-ગાંધીનગર દ્વારા તા.૦૭ માર્ચ(રવિવાર) અને તા.૧૩ માર્ચ (શનિવાર)ના રોજ e-EPIC ડાઉનલોડ કરાવવા બાબતે ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. જે મુજબ આ તા.07 અને તા.13 માર્ચ એમ બન્ને દિવસોએ સવારે ૧૦:૦૦ થી સાંજે ૫.૦૦ કલાક દરમ્યાન સુરત જિલ્લાની તમામ વિધાનસભા મતદાર વિભાગના મતદાન મથકો પર બુથ લેવલ ઓફિસરો હાજર રહી e-EPIC ડાઉનલોડ કરવા બાબતે મતદારોને યોગ્ય માર્ગદર્શન આપશે.

મતદાર ઘરબેઠા જ મોબાઈલ, કોમ્યુટર/લેપટોપની મદદથી Voter Helpline મોબાઈલ એપ્લીકેશન, www.nvsp.in, www.voterportal.eci.gov.in પરથી તેમનું e-EPIC ડાઉનલોડ કરી પોતાના મોબાઈલ, કોમ્યુટર, ટેબ્લેટ, લેપટોપ, ડિજીલોકરમાં રાખી શકશે, અને પ્રિન્ટ કાઢી લેમિનેટ કરાવી ફિઝિકલ ફોર્મમાં પણ રાખી શકશે. આમ, પોતાની ઓળખનો પુરાવો ડિજીટલ રીતે મતદાર પોતાની પાસે રાખી શકે છે.

E-EPIC કેવી રીતે ડાઉનલોડ કરશો ?

1) ચૂંટણી પંચની વેબસાઈટ www.nvsp.in ખોલો.
2) પ્રથમ આપનો EPIC નંબર જાણવા “ search in Electoral Roll ” ઓપ્શન ક્લિક કરી જરૂરી વિગતો આપી તમારો EPIC નંબર જાણો.
3) ત્યારબાદ ફરીથી www.nvsp.in વેબસાઈટ ખોલી e-EPIC ડાઉનલોડ કરવા માટેનો વિકલ્પ પસંદ કરો.
4) તમારા મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન કરો અને તેનાથી લોગ ઈન કરો.
5) EPIC નંબર અથવા ફોર્મ-૧૬ ના રેફરેન્સ નંબર નાખો.
6) રાજય પસંદ કરી સર્ચ કરો.
7) તમારા નામની માહિતી દેખાડશે..
8) નીચે આપેલ send OTP બટન ઉપર ક્લિક કરો.
9) તમારા મોબાઈલ પર આવેલ OTP નાખી વેરિફાઈ કરો.
10) ડાઉનલોડ e-EPIC પર ક્લિક કરીને તમારૂ e-EPIC ની PDF ફાઈલ ડાઉનલોડ કરો.

આ બાબતે વધુ જાણકારી માટે ભારતના ચૂંટણી પંચના ટોલ ફ્રી નં.૧૯૫૦ પર કોલ કરી માહિતી તથા માર્ગદર્શન મેળવી શકો છો. જેથી e-EPIC ડાઉનલોડ કરવાના બાકી મતદારો આ સુવિધાનો લાભ લે અને જરૂર જણાય તો તા.૦૭ અને તા.૧૩ માર્ચએ તેમના મતદાન મથકે માર્ગદર્શન મેળવે તેમ સુરતના અધિક જિલ્લા ચૂંટણી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top