ખાડીપૂર બાદ, વાહનવ્યવહાર માટેના પુલની તબાહી આવી પડી છે. પુલ પર ખાડા પડી સળિયા દેખાય ત્યારે સળિયા પર કેટલી જાડાઈમાં કોંકેટ કરવામાં આવેલ છે તેની ચાડી ખાય છે. પુલ બને છે ત્યારે પુલના પિલર પર એક્ષપાન્સન જોઈંટ ( બે સ્પાન વચ્ચે ખુલ્લી જગ્યા) રાખવામાં આવે છે. આ જોઈન્ટને લીકવીડ ડામર રેડીને પૂરવામાં આવે છે જેથી અંદરની સામાન્ય ક્રેક પુરાઈ જાય. આ જ રીતે ઉનાળામાં સ્પાનના એક્ષસ્પાન્સન સમયે પૂરેલો ડુમર પીગળી અંદરની તડ કે ગેપ પુરાઈ જાય. હવે શિયાળો આવે ત્યારે જોઈન્ટ પાછા ખૂલતાં આ જ પ્રક્રિયાનું નાનું સરખું કામ કરવું જરૂરી છે.
જેથી આ જોઈન્ટમાંથી વરસાદનું પાણી પુલના પીલર તથા અન્ય ભાગમાં જે નુકસાન કરે છે તે બચાવી શકાય. વર્ષા સુધી આવું નાનું સમારકામ ન થતાં વર્ષો જતાં આ પુલ ખખડી જાય છે પરંતુ આ નાની બાબતનો ખ્યાલ ન રાખવાથી કરોડોનું નુકસાન થાય છે. આવી જ રીતે કેનાલોમાં પણ કોંક્રેટ દરમ્યાન રાખવામાં આવતા આવા જોઈન્ટ આવી રીતે ન પુરાતાં કેનાલનું પાણી કેનાલની સ્લોયની માટી ભીની થઈ કોંક્રીટના ભારથી ધસી પડી મોટું ભંગાણ થાય છે. હાલમાં ક્રોંકીટના રસ્તાઓ બનાવવામાં આવે છે. આ બધું કામ કરાવતાં ઈજનેરો બેધ્યાન હોય છે. આ બાબત નાની પણ અગત્યની છે.
અમરોલી, સુરત- બળવંત ટેલર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.