Columns

એક નાનું વાક્ય

કોલેજમાં યંગ સ્ટુડન્ટ સામે એક રિટાયર પ્રોફેસર લાઈફ મેનેજમેન્ટ વિશે સમજાવવા માટે આવ્યા. એક નાનકડો લાઈફ મેનેજમેન્ટનો ત્રણ દિવસનો સેમિનાર હતો. રિટાયર્ડ પ્રોફેસર પોતાની સ્પીચ આપવા ઊભા થયા તેમની ૭૦ વર્ષની ઉંમર જોઇને અને તેમનો ૪૫ વર્ષનો એક્સપિરિયન્સ સાંભળીને બધા જ સ્ટુડન્ટોએ મનમાં વિચાર્યું કે, ‘આ પ્રોફેસર તો ઓલ્ડ સ્કુલ છે એટલે લાંબુ લચક બોલશે અને ફરી બોર કરશે.’

લાઈફ મેનેજમેન્ટ અને લાઈફ લિવિંગના સેમિનારનો ત્રીજો દિવસ હતો. તેમાં સ્પીકર તરીકે તેમણે આજે બોલવાનું હતું. યંગ સ્ટુડન્ટ્સને લાંબા લચક લેક્ચર સાંભળવાનો કંટાળો આવતો હતો; તેમાં બે દિવસના સેમિનારમાં લેક્ચર સાંભળી સાંભળીને થાકી ગયા હતા. રિટાયર્ડ પ્રોફેસર પોતાના અનુભવથી સમજી ગયા હતા કે મારી પહેલા આવેલા સ્પીકરો ઘણું બોલી ગયા હશે અને આ વિદ્યાર્થીઓ સાંભળી સાંભળીને થાક્યા હશે તો હવે કરવું શું જેમાં સમજ પણ અપાય અને વિદ્યાર્થીઓને મજા પણ આવે. પ્રોફેસર ઊભા થયા બધાએ તાળીઓ પાડી સ્વાગત કર્યું; પ્રોફેસર માઇક પાસે આવ્યા.

પોતાની ઓળખાણ આપી બે જ વાક્યમાં અને પછી બોલ્યા કે ‘મારે લાંબુ લચક કંઈ બોલવું જ નથી હું માત્ર બે નાનકડા વાક્ય તમને સંભળાવીશ પણ તેની પહેલા આપણે મારી પાસે એક કલાકના લેક્ચરનો સમય છે તેમાં આપણે અંતાક્ષરી રમીએ. પ્રોફેસરે બધાને મસ્ત મજાની અવનવી રીતે શબ્દો આપીને, ધૂન સીટીથી વગાડીને, ટોપિક્સ આપીને, એક્ટિંગ કરીને અલગ અલગ રીતે ગીતો ગોતીને સમજીને ઓળખીને ગાવાનું કહ્યું. આ મસ્ત મજાની અંતાક્ષરી રમવાની સ્ટુડન્ટ મજા આવી ગઈ.

 એક કલાક મજા કરાવ્યા બાદ પ્રોફેસર બોલ્યા, ‘હવે સમય છે મારી એક નાનકડી પણ જીવનમાં એકદમ મહત્વની વાત તમને સમજાવવાનો.’ અંતાક્ષરી રમીને ફ્રેશ થઈ ગયેલા સ્ટુડન્ટસ તેમને ધ્યાનથી સાંભળવા લાગ્યા. પ્રોફેસર બોલ્યા, ‘જીવનમાં તમે જે કંઈ પણ બોલો તે તમે આ ગીતો કેવા વિચારીને, યાદ કરીને, સૂરમાં ગયા તેમ તમે જે કંઈ પણ બોલો તે બરાબર વિચારીને શાંતિથી સમજીને અને મધુર રીતે બોલજો અને હા તમે મનમાં જે કંઈ વિચારો, મનમાં જે લાગણીઓ ઉત્પન્ન થાય અને જે ભાવનાઓ ઉમટે તે બધું જ બોલી નાખવાની જરૂર નથી. બસ આટલું સમજી લેજો સમજીને બોલજો. વિચારીને બોલજો અને જેટલું વિચારો તે બધું જ બોલવાની જરૂર નથી આટલું યાદ રાખજો તો તમને જીવનમાં બધા જ લોકો પ્રેમથી શાંતિથી સમજશે અને સાંભળશે.’ કોલેજના સ્ટુડન્ટોએ પ્રોફેસરની વાતને તાળીઓથી વધાવી લીધી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top