Charchapatra

લાંબા સાથે ટૂંકો જાય, મરે નહિ ને માંદો થાય

ઘણી કહેવતો એવી હોય છે નાના વાકયોમાં ઘણી મોટી શીખ આપી જાય છે જેમ કે ‘પછેડી હોય એટલી સોડ તાણવી’ અર્થાત શક્તિ પ્રમાણેનું જ સાહસ કરવું ઘણી વખત વ્યક્તિ પરિણામની પરવા કર્યા વગર મોટું રોકાણ કરી જંપ લાવી દે છે જ્યારે વિપરીત પરિણામ આવે ત્યારે આવેશમાં અણછાજતું પગલુ ભરી બેસે છે, જેનું વિશ્લેષણ કરતા ખ્યાલ આવે કે આવી વ્યક્તિમાં સ્વભાવગત ધીરજનો અભાવ સાથે તત્કાલ સાહસવૃત્તિનો તીવ્ર અભાવ હોય છે જેથી ટૂંકા માર્ગે આગળ નીકળી જવાની ઝંખના સેવતા હોય છે અને સફળ વ્યક્તિ સાથે પોતાની તુલના કરવા લાગે છે અને એટલા આગળ નીકળી ગયા હોય છે કે તે સમયે નિષ્ફળતા મળતા પાછા ફરવાનો કોઈ માર્ગ રહેતો નથી. આનો સીધો ઉપાય એ જ છે દીર્ઘદૃષ્ટિ દોડાવી પરિણામનું વિશ્લેષણ કરવું જોઈએ સાથે ધીરજ ગુમાવ્યા વગર કાચબા ગતિએ આગળ વધવુ તો સફળતા અવશ્ય મળે જ છે, નહીં તો પેલી કહેવત પ્રમાણે, ‘લાંબા સાથે ટૂંકો જાય મરે નહીં ને માંદો થાય’ એવા હાલ થાય.
સુરત     – રેખા એમ પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top