નવી દિલ્હી(New Delhi): રાજધાની દિલ્હીથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં પિતાએ (FatherKillSon) પુત્રની હત્યા કરી છે. આ ઘટના દિલ્હીના દેવલી વિસ્તારમાં બની હતી. બનાવને અંજામ આપી પિતા ફરાર થઈ ગયો હતો. પોલીસે તેને ગુરુવારે રાત્રે જયપુરથી પકડી લીધો હતો. મૃતક યુવકનું નામ ગૌરવ સિંઘલ છે. તે દિલ્હીમાં જીમ ચલાવતો હતો. ગૌરવને 15 વાર ઘાર માર્યા હતા.
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, દેવલી એક્સટેન્શનના રાજુ પાર્કમાંથી 7 માર્ચની મધ્યરાત્રિ લગભગ 12.30 વાગ્યે હત્યાની માહિતી મળી હતી. માહિતી મળતાં જ તિગરી પોલીસ સ્ટેશન અને પીસીઆર વાન ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ દરમિયાન પોલીસને ખબર પડી કે ગૌરવ સિંઘલ નામના 29 વર્ષના યુવક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે. પરિવાર તેને મેક્સ હોસ્પિટલમાં લઈ ગયો. આ પછી જ્યારે પોલીસ ટીમ હોસ્પિટલ પહોંચી તો જાણવા મળ્યું કે હોસ્પિટલ પહોંચતા પહેલા જ ગૌરવનું મોત થઈ ગયું હતું.
પોલીસે જ્યારે સ્થળ પર તપાસ કરી તો ત્યાં લોહી વેરવિખેર હતું. એવું લાગી રહ્યું હતું કે જાણે ગૌરવની લાશને છરીના ઘા માર્યા બાદ ખેંચવામાં આવી હોય. કદાચ આનું કારણ એ હતું કે હત્યારો ગૌરવની લાશ તેના પરિવારજનોને તાત્કાલિક મળે તેવું ઇચ્છતો ન હતો.
મૃતક ગૌરવ સિંઘલના તાજેતરમાં લગ્ન થયા છે. ઘટના સમયે પરિવારના સભ્યો બાજુના મકાનમાં લગ્ન સંબંધી કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા. ત્યાં નૃત્ય અને સંગીત ચાલી રહ્યું હતું. પોલીસને શંકા છે કે તે દરમિયાન પિતાએ ત્રણ લોકો સાથે મળીને તેના પુત્ર ગૌરવની ઘરની અંદર હત્યા કરી હતી.
ડીસીપી અંકિત ચૌહાણે કહ્યું કે ગૌરવના પિતા રંગલાલ સિંઘલે ઘરેથી ભાગતી વખતે 50 લાખ રૂપિયાના દાગીના અને 15 લાખ રૂપિયા રોકડા લીધા હતા. પોલીસ દરેક એંગલથી કેસની તપાસ કરી રહી છે. પોલીસને શંકા છે કે તેને તેના પુત્ર ગૌરવ સાથે કોઈ મુદ્દે ઝઘડો થયો હતો. ગૌરવે તેના પિતા રંગલાલને થપ્પડ મારી હતી. ત્યારબાદ રંગલાલે તેના ત્રણ સાગરિતો સાથે મળીને ગૌરવની હત્યા કરી હતી અને ઘરમાંથી રોકડ અને દાગીના લઈને ભાગી ગયો હતો.
લગ્ન મામલે પિતા-પુત્ર ઝઘડ્યા હતા
પોલીસનું કહેવું છે કે આ ઘટનામાં બીજો એંગલ સામે આવ્યો છે. ગૌરવ સિંઘલ લગ્ન કરવા માંગતા ન હતા. તે બીજી છોકરી સાથે લગ્ન કરવા માંગતો હતો, પરંતુ તેના પરિવારના દબાણને કારણે તે લગ્ન કરી રહ્યો હતો. આ બાબતે પિતા-પુત્ર વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. વધુ તપાસની સાથે ફરાર ત્રણ આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. પોલીસને એવી માહિતી પણ મળી છે કે રંગલાલ માઈગ્રેનથી પીડિત હતો અને ઘણી દવાઓ પણ લેતો હતો