સમાચારપત્ર રિપોટ પ્રમાણે સુરત મહાનગરપાલિકાની ફાયર ફાઇટર્સ ટીમે તાજેતરમાં જ સુરતના અશ્વિનીકુમાર સ્થિત લબ્ધી મિલમાં આગ લાગતા પોતાના જાનને જોખમે 25 જેટલા લોકોને બચાવી ઉમદા સેવાકાર્યનું ઉદાહરણ પુરૂ પાડયું છે.
આવા કર્મીઓને ખરેખર લાખ લાખ સલામ. આ ઉપરાંત આગને કાબુમાં લેવા ઘટના સ્થળે સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ, કમીશનરશ્રીઓ યુધ્ધના ધોરણે આગને ફેલાતી અટકાવવા તેમી હાજરીથી કર્મીઓના નૈતિક બળમાં જુસ્સો ઉમેરવાનું પ્રશંસનીય સેવા બદલ તેઓને પણ દિલી અભિનંદન. આવી દુર્ઘટના રોકવા સુરત મહાનગરપાલિકાએ સુરતની આવી મોટી ઇમારતો, મોટા કોમ્પ્લેક્ષ તથા થીએટરોમાં પણ અગ્નિશામક યંત્રોની વ્યવસ્થા છે કે નહીં તે ચકાસવું જરૂરી છે.
સુરત – દિપક બી. દલાલ – આલેખમાંપ્રગટથયેલાંવિચારોલેખકનાંપોતાનાછે.