તા. 17-7-22ના ‘‘ગુજરાતમિત્ર’’ માં પાના નં- 6 ઉપર ‘‘ચાર્જિગ પોઈન્ટ’’ કોલમમાં હેતા ભૂષણનો લેખ વાંચી લખવાની પ્રેરણા મળી. એમાં એક રાજા અને તેના મંત્રીઓની વાર્તા છે. રાજાએ મંત્રીઓને આજ્ઞા કરી કે આપણા બાગ અને વાડીમાંથી સારા સારા ફળો તોડીને કોથળામાં ભરી લાવો પછી તે કોથળાને ક્યા ગામમાં મોકલવાના છે તે પાછળથી નક્કી કરીશું. ત્રણ મંત્રીઓ એક એક કોથળો લઈ વાડીએ ગયા. એક મંત્રીએ વિચાર્યુ આ મારું કામ નથી. હું શું કામ ફળ તોડું ? તેણે પાંદડા, ઘાસ, કચરો કોથળામાં ભર્યા અને ત્રીજાએ રાજાના હુકમનું પાલન બરાબર કરવું જોઈએ એમ સમજી વૃક્ષ પર ચઢી સારા સારા ફળો તોડયા અને ત્રણે રાજા પાસે આવ્યા. રાજાએ બીજી આજ્ઞા કરી કે ત્રણે મંત્રી મહેલના એક એક ખંડમાં કોથળા સાથે એક મહિનો બંધ રહેશે. કોઈએ બહારથી ખાવાનું આપવાનું નહીં હવે આમાં કોની દશા ખરાબ થઈ હશે તે સમજાય એમ છે. રાજાએ મંત્રીઓની કસોટી કરી હતી. હવે આ વાર્તા આમ સર્વજને વાંચવા જેવી છે પરંતુ આપણા રાજ્યના દેશના મંત્રીઓએ ખાસ વાંચવા જેવી છે, મુખ્ય પ્રધાન કે વડાપ્રધાન જે હુકમ કરે તેનું તેઓ કેવું પાલન કરે છે તે અંગે તપાસ થવી જોઈએ. આમ જનતા પણ કર્મનો કોથળો બાંધે છે. કેવા કર્મોથી કોથળો ભરવો એ માણસે જાતે નક્કી કરવાનું છે.
નવસારી – મહેશ નાયક – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
કર્મનો કોથળો
By
Posted on