Comments

સોનાનાં ઈંડાં અને મરઘી બન્ને ગુમાવવાનો શાસનપ્રેરિત ઉદ્યમ

રોજેરોજ સોનાનું એક ઈંડું આપનાર મરઘીની વાર્તા અતિ જાણીતી છે. આવી મરઘીને તેનો માલિક લાલચને વશ થઈને તેને મારી નાંખે છે. નથી તેને ઈંડાં મળતાં અને મરઘી પણ તે ગુમાવી બેસે છે. આ વાર્તા કાલ્પનિક નથી. આવી ઘટનાઓ હવે રોજિંદી બની રહી છે. આનો એક નમૂનો જાઈએ. ઉત્તરાખંડના નૈનિતાલમાં આવેલા સૂખા તાલ (તાલ એટલે સરોવર)માં છેલ્લા ઓગણીસ મહિનાથી સરકાર દ્વારા સૌંદર્યીકરણનું કામ ચાલી રહ્યું હતું. હવે જાહેર હિતની એક અરજીને પગલે વડી અદાલતે તેને આગામી સૂચના ન અપાય ત્યાં સુધી અટકાવવાની સૂચના આપી છે. કારણ એ કે તળાવનું સૌંદર્ય વધારવાના નામે તેનું તળિયું કોન્ક્ન્રીટનું કરાઈ રહ્યું હોવાનું અદાલતને જાણવા મળ્યું.

સૂખા તાલનો સ્રાવ વિસ્તાર ૨૩,૦૦૦ ચો.કિ.મી.માં પ્રસરેલો છે, જે અતિ વિખ્યાત એવા, એકાદ કિ.મી.ના અંતરે આવેલા નૈનીતાલ માટે મુખ્ય રિચાર્જ વિસ્તાર છે. તેનું મોટા ભાગનું પાણી નૈનીમાં વહી જવાને કારણે એ તળાવ વર્ષનો મોટો ભાગ સૂકાયેલું રહે છે. આથી તે ‘સૂખા’તાલ તરીકે ઓળખાય છે. નૈનીમાં ભરઉનાળે પણ ભરપૂર પાણી રહે છે.

૨૦૨૧ના મે મહિનામાં ઉત્તરાખંડ સરકારે સૂખા તાલની સુંદરતા વધારવા માટેના સાડા પચીસ કરોડના એક પ્રકલ્પને મંજૂરી આપી. આ પ્રકલ્પ આઈ.આઈ.ટી, રુડકી દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. તેમાં તળાવ ફરતે લોખંડની રેલિંગ અને પગદંડી બનાવવાનો સમાવેશ થતો હતો. સ્વાભાવિક છે કે આ બધું ત્યારે જ શોભે જા તળાવમાં પાણી રહે, જે સામાન્ય સંજાગોમાં નૈનીમાં વહી જાય છે. આથી સૂખા તાલમાં પાણી ટકી રહે એ માટે તેના તળિયાને કોન્ક્ન્રીટથી મઢવાનું નક્કી કરાયું. આમ કરવાથી તેમાં પાણી રહે ખરું, પણ જે પાણી જમીનમાં ઊતરતું હતું એ બંધ થઈ જાય.

આને કારણે કદાચ પ્રવાસીઓના આકર્ષણમાં ઊમેરો અને તેના થકી આવકમાં વધારો થાય, પણ આ તળાવ સાથે સંકળાયેલી આખી જળપ્રણાલિનું અને તેને લઈને પર્યાવરણ પર થતી વિપરીત અસરનું શું? આ બાબતને લઈને પર્યાવરણવાદીઓએ વિરોધ કરવાનુî નક્કી કયુ*. સ્થાનિક કર્મશીલો અને નાગરિક સમુદાયના મળીને કુલ ૧૦૪ લોકોએ સહી કરીને ઉત્તરાખંડ વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ વિપીન સાંઘીને એક પત્ર મોકલ્યો. તેમાં વિકાસને નામે સૂખા તાલના થઈ રહેલા વિનાશ અંગે વિગતવાર જણાવવામાં આવ્યું હતું.

સૂખાતાલના ‘અવૈજ્ઞાનિક અને વણજાઈતા’વિકાસ અને તેના સૂચિત વિકાસ આયોજન બાબતે પત્રમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. તેમાં એમ પણ જણાવાયું હતું કે સરોવરને તળિયે કોન્ક્ન્રીટકરવાથી નૈનીતાલની જૈવપ્રણાલિને પણ નુકસાન થશે, જેની અસર નૈનીતાલના નિવાસીઓની આજીવિકા પર પડી શકે છે. આ પત્રને આધારે, ૨૦૨૨ના માર્ચમાં વડી અદાલતે સુઓ મોટો અરજી દાખલ કરીને પત્રનું રૂપાંતર જાહેર હિતની અરજીમાં કરી દીધું અને કાર્તિકેય હરિગુાને વકીલ તરીકે નીમ્યા. એ પછી આઠેક મહિને, એટલે કે ૨૨ નવેમ્બરે વડી અદાલતે આ વિકાસકામ પર મનાઈહુકમ ફરમાવ્યો. આ કાર્યવાહીમાં ઓગણીસ મહિના વીતી ગયા પછી અત્યારે શી સ્થિતિ છે?

આ સ્થળના ઈજનેર નવિન અગ્રવાલના જણાવ્યા અનુસાર તેઓ સારી ઝડપે કામ કરી રહ્યા હતા અને આગામી બેએક મહિનામાં આ સ્થળને જનતા માટે ખુલ્લું મૂકવાનું આયોજન હતું. તળિયાને કોન્ક્ન્રીટનું કરવાનું કામ શરૂ થવામાં જ હતું અને વડી અદાલતનો મનાઈહુકમ આવ્યો. અહીં કામ કરતા અધિકારીઓના મતે ૮૦ ટકા જેટલું કામ પૂરું થઈ ગયું હતું. સરકારે સરોવરના તળિયાને કોન્ક્ન્રીટથી ભરવાનું કોઈ આયોજન હોવાનો ઈન્કાર કર્યો છે, અને જણાવ્યું છે કે તેઓ સરોવરના તળિયે ‘જિઓસિન્થીટીક ક્લે લાઈનર’(જી.સી.એલ.) નો ઉપયોગ કરવાના હતા. જી.સી.એલ. સાવ ઓછી છિદ્રાળુતા ધરાવતું કૃત્રિમ રીતે વિકસાવાયેલું માધ્યમ છે.

કુમાઉ યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્રના નિવૃત્ત પ્રાધ્યાપક ચારુચંદ્ર પંતે અગ્રણી અંગ્રેજી અખબાર ‘ઈન્ડિયન એક્સપ્રેસ’સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ આખો વિસ્તાર જૈવપ્રણાલિની દૃષ્ટિએ સંવેદનશીલ છે અને તેની સાથે કોઈ ચેડાં કરવાં ન જાઈએ. સૂખા તાલ ઊંચાઈવાળા વિસ્તારમાં આવેલું હોવાથી તે નૈનીતાલ માટે રિચાર્જ ક્ષેત્રનું કામ કરે છે. પણ સૂખા તાલ મૌસમી હોવાથી વર્ષનો અમુક સમય તે ખાલી રહે છે અને તેથી લોકો તેમાં કચરો ફેંકવા લાગ્યા છે. કેટલાકે તેની ફરતે મકાન બાંધ્યા છે અને તેના સ્રાવ વિસ્તાર પર દબાણ કયુ* છે. અહીં મૂકાયેલા ત્રણ- ચાર પમ્પ રોજનું ત્રીસ લાખ લીટર પાણી ઉલેચે છે, જે નૈનીતાલની રોજની ૮૦ લાખ લીટરની જરૂરિયાતનો મોટો હિસ્સો છે.

આ અગાઉ ૨૦૧૪માં સેન્ટર ફોર ઈકોલોજી ડેવેલપમેન્ટ એન્ડ રિસર્ચના કાર્યપાલક નિદેશક ડૉ. વિશાલ સીંઘની આગેવાની હેઠળની એક સંશોધન ટુકડીએ જણાવ્યું હતું કે નૈનીતાલનું ભૂસ્તર અતિ નાજુક હોવાથી ત્યાં કોઈ પણ પ્રકારની સજાવટનું કામ સાવધાનીપૂર્વક કરવું જાઈએ. આ ટુકડીએ સૂખા તાલને નૈનિતાલ માટેના ‘અતિ મહત્ત્વના રિચાર્જ વિસ્તાર’તરીકે ઓળખાવ્યો હતો. એ સમયે ડૉ. સીંઘે કહેલું કે સામાજિક અને પર્યાવરણીય દૃષ્ટિકોણથી જાઈએ તો અતિ આવશ્યક ન હોય ત્યાં સુધી આ વિસ્તાર સાથે ચેડાં ન કરવાં.

નૈનીતાલના જળસંતુલનને જાળવવામાં અને નૈનીતાલની વિશાળ જનસંખ્યાને પાણી પૂરું પાડવામાં સૂખા તાલની ભૂમિકા મહત્ત્વની હોવાથી તેના તળ સાથે ચેડાં કરવાનું કોઈ પણ સંજાગોમાં ટાળવું જાઈએ. પણ આવી બધી સૂચના કે ચેતવણીઓને ગણે કોણ? પ્રવાસીઓ માટે આકર્ષણ ઊભું કરવાની અને તેના થકી પ્રા થનારી આવકની લ્હાયમાં એક આખા ભૌગોલિક વિસ્તારનું નિકંદન કાઢવા સુધી પહોંચી જવાની આ ઘટના પહેલી પણ નથી કે છેલ્લી પણ નહીં હોય! સોનાનાં ઈંડાં માટે આખેઆખી મરઘીને મારી નાંખવાની માણસની વૃત્તિ આજના યુગમાં વકરી છે એવી કદાચ ક્યારેય નહોતી વકરી!
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top