શહેરા: શહેરા તાલુકામા દારૂની હેરાફેરી સામે જિલ્લા એલ.સી.બી પોલીસની બાજ નજર હોવાથી દલવાડા ગામ પાસેથી એલ.સી.બી.પોલીસે નાકાબંધી કરીને મારૂતિવાન માંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો.વિદેશી દારૂ અને મોબાઈલ મળીને કુલ રૂપિયા 1,87,754 ના મૂદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પંચમહાલ જિલ્લા પોલીસ વડા ડોક્ટર લીના પાટીલ દ્વારા જિલ્લામાં દારૂની અસામાજિક પ્રવૃત્તિને નાબૂદ કરવા માટે જરૂરી માર્ગદર્શન અને સુચના આપવામાં આવી હતી. જેના અનુસંધાનમાં એલસીબીના પીઆઇ કે.પી.જાડેજાને બાતમી મળી હતી કે એક સિલ્વર કલરની મારૂતિ વાન વિદેશી દારૂનો જથ્થો ભરીને દાહોદ જિલ્લાના લીંબડી તરફથી નીકળેલ છે અને વાઘજીપુર ચોકડી થી તાડવા પાસેથી પસાર થવાની છે.
જેને લઇને એલ.સી.બી સ્ટાફના માણસો દલવાડા ગામ પાસે પસાર થતા હાઇવે માર્ગ ઉપર વોચ ગોઠવી હતી. બાતમીના વર્ણન વાળી મારૂતિવાન આવતા એલ.સી.બી પોલીસે ઊભી રખાવી ને તપાસ કરતા દારૂના જથ્થો મળી આવ્યો હતો.પોલીસે દારૂ,વાહન મળીને કુલ રૂપિયા 1,87,754 ના મૂદ્દામાલ જપ્ત કર્યો હતો. દારૂ ના જથ્થા સાથે ઝડપી પાડેલા ડ્રાઇવરની પુછપરછ કરતા તેનૂ નામ ભીખુભાઈ નરસિંહભાઈ માવી રહે .વરમખેડા જિલ્લો દાહોદ હોવાનુ બહાર આવ્યુ હતુ. સાથે અન્ય ગૂનામાં આરોપીઓ રાજુભાઈ ભાભોર,વિનુભાઈ કલારા, કમલેશભાઈ મુનિયા વિરૂધ્ધ શહેરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ ની કલમ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.