અમે વર્ષોથી ‘ગુજરાતમિત્ર’ વાંચીએ છીએ. લગભગ 54 વર્ષ થવાના મને પણ મારા પતિદેવ તો એ પહેલાંથી જ સુરતમાં વાંચતા હતાં. લખવાનું કારણ એ છે કે ગુ. મિત્રની વાત જ ન્યારી છે. બુધવાર પૂર્તિ એટલે વિજ્ઞાન અને પ્રકૃતિની જાણ કરતાં લેખો તથા રોગો નિવારણની પણ માહિતી. મંગળવારે મંગળમસ્તીભરી વાતોથી જ્ઞાન સાથે ગમ્મત પણ કરાવે – રમેશભાઈ ચાંપાનેરી, અરે! હા! સોમવારના સત્સંગની તો વાત જ ન્યારી. આધ્યાત્મિકતાથી ભર્યાં ભર્યાં પૃષ્ઠો અને આ વખતે તો અયોધ્યામાં ધ્વજા રામમંદિર પર ચડાવવાની હતી તે ઉપર સુંદર જ્ઞાનસભર લેખ સનતભાઈ દવેજીએ આપ્યો. જાણકારી તો એટલી બધી ધ્વજા અને અયોધ્યા વિષે આપી કે મન તૃપ્ત થઈ ગયું. ગુરુવારે પણ સિનેસૃષ્ટિના રસિયાઓને આનંદ અર્પી જ દે છે. રવિવારે તો બાળકોની સૃષ્ટિ, અવનવું જણાવતી વિશ્વની વાતો, ક્રાઈમની વાતોની સત્ય ઘટના અને જાતજાતની જાણકારી, હિમાલયની ન જોયેલી અને જાણેલી સાચી વાતો, સ્થળ વગેરેની જાણકારી ભાણદેવજી જણાવે છે.
શુક્રવાર પણ સરસ પૃષ્ઠોથી શોભે ઊઠે છે. તો આપણી ‘સન્નારી’ પૂર્તિ શા માટે પાછળ પડે? એમાં સદા અવનવું તો હોય જ છે, સાથે રસોઈનો રસથાળ કોઈ ટોપિક પર મહિલાઓ સાથે વાર્તાલાપ અને અનુભવોની વાતો તો બદલાતી જ રહે છે. મજા આવે છે. ‘ગુજરાતમિત્ર’ના ન્યુઝ હંમેશા પરફેક્ટ હોય છે જે રમત-ગમત , રાજકારણ, દેશ-દુનિયાના સમાચારો , ક્રિકેટની દુનિયા તથા એવા તો અનેક સમાચારો રોજના ચોક્કસ જ હોય છે. ગપ્પા કે આડા- અવળા નહિ પરંતુ સચોટ હોય છે. 161 વર્ષની ગાથા એટલે ‘ગુજરાતમિત્ર’ ધન્યતા અનુભવાય છે તંત્રીલેખો વાંચીને જે વ્યવસ્થિત હોય છે.
સુરત – જયા રાણા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
અમરપ્રેમ-1
સુલક્ષણા પંડિતનું અવસાન થયા બાદ શોટાઇમ પૂર્તિમાં તથા અન્ય અખબારોમાં સંજીવકુમાર પ્રત્યેની આકર્ષણ તથા વિતેલી ક્ષણોની યાદોમાં ચાહકો ખોવાઇ ગયાં. યોગાનુયોગ એકજ તરીખે 40 વર્ષના અંતર બાદ સુલક્ષણાજીએ વિદાય લીધી. આશરાની દેવઆનંદ સુરૈયાની કહાણી સાથે પણ મળતી આવે છે. બંને કલાકારોએ માનેલા માણીગર વગર બાકીની ઝિંદગી લગ્ન કર્યા વગર ગુજારી સંજીવ સુલુન્દ્ર વક્ત દિવારમાં એક ગીત હતું. મનચાહ લડકા કહીં કોઇ મિલ જાયે અપના ભાઇ સાલ શાદી કા ઇરાદા હૈ જે સ્વપ્નું અધૂરું રહી ગયું અને અમરપ્રેમ બની ગયું.
સુરત- કુમુદચંદ્ર કૃષ્ણમુખ જરીવાલા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.