Vadodara

કારેલીબાગમાં લીમડા પર દોરામાં ફસાયેલા કબૂતરનું રેસ્ક્યુ કરાયું

વડોદરા : શહેરમાં ઇમર્જન્સી ની કોઈપણ ઘટના બને ત્યારે ૧૦૧ ની ટીમ સદા તત્પર રહેતી હોય છે અને સ્થળ પર જઇને પોતાની આબેહૂબ કામગીરી કરતી હોય છે.કારેલીબાગ સ્વિમિંગ પૂલ પાસે કલાકો થી લીમડાના ઝાડ પર દોરામાં એક કબૂતર ફસાઈ ગયું હતું. કબુતરે પોતાને દોરામાંથી છોડાવવા માટે અનેક પ્રયાસો કર્યા પરંતુ તે નિષ્ફળ રહ્યું હતું. જેની જાણ દાંડિયા બજાર ફાયર બ્રિગેડ ને થતા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી 10 -15 ફૂટ અત્યારે ફસાયેલા કબૂતરનું રેસ્ક્યુ કરી તેનો જીવ બચાવ્યો હતો.

શહેરમાં ઇમર્જન્સીની સેવા નું નામ આવે ત્યારે લોકોના મોઢા પર માત્ર ૧૦૧ ફાયર બ્રિગેડ નું નામ આવતું હોય છે. 24 કલાક તાત્કાલિક સેવા માટે તત્પર રહેતા 101 ના જવાનો પણ કોલ આવે કે તુરંત જ ઘટના સ્થળ પર દોડી જતા હોય છે અને આંખ સહિતની કોઈપણ ઘટના હોય છતાં પોતાની જાનનો પરવા કર્યા સિવાય કામગીરી કરતા હોય છે. શહેરમાં કોઈ અબોલ પશુ પક્ષી ને પણ મુશ્કેલી આવી પડી હોય અથવા તો કંઈ ગંભીર રીતે તાર ડોબરા દોરી સહિતમાં ફસાઈ ગયું હોય તો તેમની વારે 101 ની ટીમ સદા તૈયાર રહેતી હોય છે. એવો જ એક કિસ્સો કારેલીબાગ સ્વિમિંગ પૂલ પાસે બન્યો હતો. રવિવારે સ્વિમિંગ પુલ પાસે ના લીમડાના ઝાડ પર એક કબૂતર દોરામાં ફસાઈ ગયું હતું.

જાણે કેટલા કલાકથી કબુતર પોતાને દોરામાંથી છોડાવવા માટે તરફડિયા મારીને પ્રયાસ કરતું હતું પરંતુ તેનાથી દોરામાંથી નીકળાયું ન હતું. ગુજરાત મિત્રના પત્રકારની ટીમે દોરામાં ફસાયેલા કબૂતરને જોઈને ફાયર બ્રિગેડને જાણ કરતા દાંડિયા બજાર ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને 15 એક ફૂટ અધર ઝાડમાં ફસાયેલા કબુતરનું રેસ્ક્યુ કરીને તેનો જીવ બચાવ્યો હતો. આમ દાંડિયા બજારની ટીમને રોડ ઉપરથી જતા લોકોએ તેમની કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા. અત્રે ઉલ્લેખની હશે કે હજુ પણ શહેરમાં ઝાડ અને તાર સહિતની જગ્યા પર દોરેલા અટકી રહ્યા છે છતાં તને દૂર કરવાની પાલિકા દ્વારા કસ્તી લેવામાં આવતી નથી જેના કારણે અબોલ પશુ પક્ષી હોય તેના ભોગ બનવું પડે છે.

Most Popular

To Top