Charchapatra

માણસ માત્ર ભૂલને પાત્ર

એક વિદ્વાન તત્ત્વચિંતકે કહ્યું છે કે, વિશ્વની સમગ્ર ભાષાઓમાં અઘરામાં અઘરો શબ્દ કે વાક્ય હોય તો એ મારી ભૂલ થઇ છે. ઘણા સંજોગોમાં વ્યક્તિ સ્વયં ખોટો હોય, ગુનેગાર હોય તો પણ એનો અહંકાર એને ભૂલ સ્વીકારવાની ના પાડતો હોય છે અને એને લીધે કેટલાય સંબંધો નંદવાઈ જાય છે. વાદ-વિવાદ, વૈચારિક ઘર્ષણ, સાચી માહિતીનો અભાવ, પદ-પ્રતિષ્ઠાનો હુંકાર. વિ. અનેક બાબતો સંબંધમાં વિખવાદ લાવવાનું કાર્ય કરે છે. સ્વયં સાચા ન હોઇએ તો અંતરાત્મા તો એ સ્વીકારતો જ હોય છે. પણ એ કબૂલ કરવામાં માનવીનો અહમ આડે આવે છે.

આપણા (માનવીના) અહમને આખું આકાશ પણ નાનું પડે. અહમ દૂર થતાં નિખાલસતાનું પ્રાગટ્ય થાય છે. હા, મારી ભૂલ હતી, મારી સમજફેર હતી, મને સાચી જાણકારી ન હતી. આટલું સ્વીકારી લઇએ તો અનેક સંબંધો સચવાઇ જાય. પણ ખોટા હોવા છતાં એંટ ન  જાય તો એવી વ્યક્તિ સ્વજનોથી દૂર થતી જાય છે. પરિવારમાં પણ વડીલોથી લઇને બાળકો સુધી સર્વેએ ભૂલ થઇ હોય તો સ્વીકારવી જ જોઇએ. એમાં શું? માણસ માત્ર ને ભૂલને પાત્ર, ભૂલ તો બ્રહ્માથી પણ થાય એ ઉક્તિ યાદ કરી ક્ષમા પણ બક્ષવી જોઇએ અને જ્યારે કોઇ બે પક્ષ વચ્ચે ન્યાયાધીશની ભૂમિકા ભજવવાની હોય તો બેઉ પક્ષને બરાબર સાંભળ્યા બાદ જ ન્યાય કરવો રહ્યો જેથી કોઇ પક્ષને અન્યાય ન થાય. એકતરફી વાત સાંભળી બીજા પક્ષ પ્રત્યે પૂર્વગ્રહ કે અણગમો નક્કી કરી લેવો અયોગ્ય વાત કહેવાય.
સુરત     – નેહા શાહ          – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

માનસિક ગુલામીમાંથી બહેનો સ્વયં જાગૃત થાય
આપણો પુરુષપ્રધાન સામાજિક બીબાંઢાળ ઢાંચો + બહેનોને ઘરકુકડી બનાવી દીધી છે. આર્થિક, સામાજિક, રાજકીય, શૈક્ષણિક ક્ષેત્રે પણ આગળ વધતી પત્નીઓ તને આમાં કાંઈ સમજણ ના પડે. તેઓ તે બેંક કે આર્થિક વ્યવહારમાં સામીલ કરે, ન કરે નારાયણ તમારો ભરથાર ઉકલી ગયો તો પિતા જીવિત હોય કે પછી પુત્રના છતે પૈસા આર્થિક ગુલામી ભોગવવી પડશે. બ્હેનો વહેલી તકે જાગો, આર્થિક વ્હેવારમાં જાણકારી મેળવો. નોમીનીમાં નામ રાખો.
અડાજણ –  અનિલ શાહ     – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top