Charchapatra

માણસ પરખાય વાણીથી..!

વિઝિટિંગ કાર્ડ તો માત્ર તમારું પ્રોફેશનલ સ્ટેટસ બતાવે છે. એમાં તમારા વ્યક્તિત્વનો સાચો પરિચય નથી હોતો,તમારો સાચો પરિચય તો તમારા વાણીવર્તન આપી દે છે. તમે મોઢું ખોલો એટલે ખબર પડે કે ખાણ કોલસાની છે કે હીરાની..? તમારી રીતભાત અને વર્તણૂક એ તમારો સાચો અરીસો છે. તમે પાંચ માણસની વચ્ચે કેવી રીતે તમારા વિચારો મૂકો છો.? તમે રોજિંદા વ્યવહારમાં સાવ સામાન્ય ગણાતા શાકભાજીવાળા, દૂધવાળા, ધોબી કે તમારું ઘરકામ કરનાર સેવક સાથે કઈ રીતે વાત કરો છો, એમાં તમારી સંસ્કારિતા પ્રગટ થાય છે. તમારી ભાષા અને વાતચીતની ધબછબ તમારું પોત પ્રગટ કરે છે. કબીરજી પોતાના દોહામાં કહે છે : ઐસી બાની બોલીએ મન કા આપા ખોય, ઔરન કો શીતલ કરે આપહુ શીતલ હોય. આપણા બોલાયેલા શબ્દોની અસર શાંત હોવી જોઈએ. બળતામાં ઘી હોમે એવી વાણી કુટુંબમાં કલેશ વધારે છે, સંબંધોને છિન્નભિન્ન કરી નાંખે છે. એટલે જ ક્યારે શું, કેટલું અને કેવું બોલવું એનો વિવેક જાળવવો જોઈએ.
કીમ, સુરત        – પ્રકાશ પરમાર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

પવિત્ર ભાવનું મૈત્રી ઝરણું
‘એક છાપાવ્રત’’વાળું મારું પણ હજી પણ જીવંત છે. એનું કારણ એટલું જ કે પાંચ દાયકામાં ભલે કૃત્રિમ બુદ્ધિ જંગ જીતતી રહી હોય પણ કુદરતી બુદ્ધિ મરી પરવારી નથી. Postcard મારો આધારકાર્ડ હજી આધાર આપે છે. કારણ કે બધા જ ધર્મની પવિત્રતા તો બસ માનવ ધર્મ માટે Moure Eaztના રખોપાની થઈ જે. ગુજ.મિત્રના સહારે રક્ષિત છે એમાં મારી આંખની પવિત્રતા પણ હૃદયસ્થ છે.
ધરમપુર  – ધીરુ મેરાઈ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top