Business

એક પેપર મિલ કર્મચારીની દિકરી: ફૂટબોલ કેપ્ટન શુભાંગી સિંહ

દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં જન્મેલી શુભાંગી સિંહે ગુણસદાગામની સ્કુલમાં અભ્યાસ કર્યો. શાળાના ઉત્સાહી કોચ વિજય ટેલના માર્ગદર્શન હેઠળ તેની પસંદગી થઈ. શુભાંગી બાર વર્ષની થઈ ત્યારે તેણે હિંમતનગર એએસજી ટ્રેનિગ સેન્ટર ખાતે પ્રવેશ મેળવી ચાર વર્ષે તાલીમ મેળવી. હાલ તેણી ગોકુલમ કેરળ એસોસિયેશનમાં નેશનલ્સ સરલાયન્સ યુથ નેશનલ ચેમ્પિયનશિપ, એઆઈ એફ જુનિયર ગલ્સ નેશનનલ્સ, તથા આંતર રાષ્ટ્રીય ટુર્નામેન્ટસ: દક્ષિણ એશિયન ફૂટબોલ ફેડરેશન (2022) અંડર-17 ફિફા મહિલા વલ્ડકપ (2022) ટોર્ની ફુટબોલ ટેર્નામેન્ટ નોર્વે (2022) ઓપન નોર્ડિક ટુર્નામેન્ટ, અંડર-20 હેશિયન ક્વોલિફાયર- વિયેટનામ 2023 પિંક લેડી યુથ 2025 તુર્કી ખાતે રમી અનેક એવૉર્ડ મેળવી ચૂકી છે. એ એક પિતા સુનિલ સિંહ કે જેઓ પેપર મિલમાં નોકરી કરે છે.

શરૂઆતમાં આર્થિક સંકડામણોનો સામનો કરવો પડ્યો હતો. પણ હવે ભારત અને ગુજરાત સરકાર તરફથી આર્થિક સહયોગ મદદ મળે છે. તેના સ્વપ્ના અને મહેનત અનેક યુવા ખેલાડીઓ માટે પ્રેરણા રૂપે છે લેફ્ટબેક તરીકે રમતી શુભાંગી મેદાન પર અસાધારણ સંયમ અને નેતૃત્વ દર્શાવે છે. પોતાના સાથી ખેલાડીઓને પરિપક્વતા સાથે રક્ષણાત્મક પ્રેરક માર્ગદર્શન આપે છે તેની કપ્તાની ગુજરાતી માટે જ નહીં ભારતીય મહિલા પૂટબોલ માટે પણ ગર્વની વાત છે.
તાડવાડી, સુરત – રમિલા બળદેવભાઈ પરમાર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

ગણપતિ ગજાનન ગુરૂ સમાન
સુરત શહેર દેવાધિદેવ ગજાનન ગણપતિની મંગળમૂર્તિઓથી છવાય ગયું છે. મંડળો આકર્ષક ડેકોરેશન તથા અલગ અલગ સમાજપયોગી સંદેશા પ્રસાર કરવામાં મહત્ત્વનો ફાળો આપી રહ્યાં છે. આ ગજાનન મહારાજ એક મેનેજ્મેન્ટ ગુરુ તરીકે પણ ભૂમિકા અદા કરી રહ્યા છે એમ લાગે છે. – સૌ પ્રથમ કોઈપણ કાર્ય માટે નાણાંકીય આયોજન, સમય, સંચાલન, માનવ બળ તથા એકતાની જરૂર રહેતી હોય છે. આમ આ ઉત્સવ આ પરિબળને ઉજાગર કરે છે. – કોઈપણ કાર્યની કાર્યદક્ષતા તથા તેની જાળવણી, જે દસ 5 દિવસમાં ઉત્સવના પ્રભાવિત થાય છે. – મંડળોમાં આકર્ષક નયનરમ્ય ડેકોરેશન, વ્યક્તિમાં છૂપી રહેલી આવડતને સ્કોપ આપે છે. – ગણપતિજીની નિત્ય સવાર-સાંજ આરતી, નિયમિતતા તથા સમૂહ જીવનની ભાવના ખીલવે છે. – આમ તો ગજાનન વિઘ્નહર્તા છે પણ ઉત્સવ દરમ્યાન જો કોઈ વિઘ્ન આવે તો ગણશેજી તેને શાંતિથી સોલ્વ કરવાનો સંદેશો આપે. – અંતમાં આ ઉત્સવ, સામાજીક એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડે છે. ગણપતિ બાપ્પા મોરિયા-
સુરત     – દિપક બી. પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top