SURAT

ગરમીના કારણે સુરતના બોટનિકલ ગાર્ડનમાં સૌથી નાના કદનું આ દુર્લભ પક્ષી બેહોશ થઈ ગયું

સુરત: હાલ ઉનાળામાં (Summer) કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે મનુષ્યોની સાથે સાથે પશુ પક્ષીઓને પણ આકરી ગરમી સહન કરવાનો વારો આવ્યો છે. પ્રાણી સંગ્રહાલયોમાં (Zoo) તો પક્ષીઓ (Birds) અને પશુઓ (Animals) માટે પાણીની (Water) સુવિધા કરવામાં આવે છે પરંતુ ગાર્ડનોમાં (Garden) પક્ષીઓ માટે આવી વ્યવસ્થા ન હોય પક્ષીઓની હાલત કપરી થઈ રહી છે.

સુરતના બોટનિકલ ગાર્ડનમાં (Surat Botanical Garden) પેલ-બીલ્ડ ફ્લાવર પીકર (Pale-billed Flower Picker) નામનું એકદમ નાનું પક્ષી ગાર્ડનમાં ગરમીને કારણે નીચે પડી ગયું હતું. જે અંગે પ્રયાસ સંસ્થાને જાણ થતા આ પક્ષીનું રેસ્કયુ કરવામાં આવ્યું હતું. ઓછા પ્રમાણમાં જોવા મળતા પક્ષીઓમાંનું એક એવું પીળી ચાંચવાળી ફુલસુંઘણી નામનું પક્ષી સૌથી નાના પક્ષીઓમાંનું એક છે. તેની લંબાઈ માત્ર 8 સેમી હોય છે. આ પક્ષીનો રંગ ઓલિવ લીલા સાથે આછા-ભુરો હોય છે. આ પક્ષીઓ ખાસ કરીને બેરીસ વધુ પ્રમાણમાં ખાતા હોય છે.

પ્રાણી સંગ્રહાલયમાં ઠંડા પાણીના ફુવારા મુકાયા
સુરત: છેલ્લાં અઠવાડિયાથી વધી રહેલી અસહ્ય ગરમીના પગલે સુરત મનપા સંચાલિત સરથાણા નેચરપાર્કમાં પ્રાણીઓ અને પક્ષીઓ માટે ખાસ ફુવારા મુકાયા છે.

ઉનાળાના વેકેશનના લીધે મોટી માત્રામાં હાલ લોકો પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લઈ રહ્યાં હોવાથી સરથાણા ઝુ અઠવાડિયાના તમામ દિવસો ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે. ત્યારે પ્રાણીઓને ગરમીમાં રાહત આપવા માટે ઠંડા પાણીના ફુવારા મુકવામાં આવ્યા છે.

પ્રાણીઓ સાથે સાથે હવે પક્ષીઓના પિંજરામાં પણ ફુવારા શરૂ કરી દેવાયા છે.બપોરે 12 વાગ્યા થી 4 વાગ્યા વચ્ચે આ ફુવારા ચાલતા હોવાથી પ્રાણીઓ અને પક્ષીઓને ગરમીથી રાહત મળી રહી છે. ઠંડા પાણીના ફુવારાને કારણે પ્રાણીઓ અને પક્ષીઓ એક્ટીવ રહે છે અને મુલાકાતીઓ આવે ત્યારે તેઓ બહાર પણ ફરતા હોવાથી લોકો તેમને નિહાળી શકે છે.

Most Popular

To Top