SURAT

સુરતમાં પાપડી ખાતાં ખાતાં બેભાન થયા બાદ 6 વર્ષના બાળકનું એકાએક મૃત્યુ થયું

સુરત: ઉધનાના EWS આવાસમાં 6 વર્ષનું બાળક પડી ગયા બાદ પાપડી ખાતા ખાતા બેભાન થઈ જવાની સાથે મૃત્યુ પામતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. પરિવારે જણાવ્યું હતું કે ઘટના આજે સવારની છે. બે સંતાનોમાં નાનો પુત્ર હતો. કોઈ બીમારી ન હતી. બસ પાપડી ખાધી અને બેભાન થઈ ગયો, સિવિલ લઈ આવતા મૃત જાહેર કરાયો હતો.

પરિવારે જણાવ્યું હતું કે, પીડિત પરિવાર મહારાષ્ટ્ર નું છે. મૃતક બાળક ના પિતા કાપડ માર્કેટમાં મજૂરી કામ કરે છે. બે સંતાનોમાં મોટી દિકરી બાદ એક નો એક પુત્ર હતો. માસુમ કુલદીપનું રહસ્યમય મોતને લઈ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

વધુમાં જણાવ્યું હતું કે ઘટના આજે સવારની છે. માસુમ કુલદીપ રમતા રમતા પડી જતા રડતું હતું. માતા તેને ખોળામાં ઉપાડી ચોથા માળેથી પાપડીનું પેકેટ અપાવવા નીચે ઉતર્યા હતા. જોકે પાપડી ખાતા ખાતા ચોથા માળે રૂમમાં જતા જ માસુમ કુલદીપ બેભાન થઈ ગયો હતો. 108ની મદદ થી કુલદીપને સિવિલ લઈ આવતા મૃત જાહેર કરાયો હતો. હાલ પોલીસ જાણ કરાઈ છે.

રાજેન્દ્ર સોલંકી (મેડિકલ ઓફિસર) એ જણાવ્યું હતું કે પરિવાર પાપડી ખાતા ખાતા આવું થઈ ગયું હોવાની વાત કરી રહ્યું છે. જો શ્વાસ રૂંધાય જાય તો બાળકના નખનો કલર બદલાય જાય છે. નાકમાંથી પાણી પડવા લાગે છે. જોકે આવું કશું પણ તબીબી તપાસમાં સામે આવ્યું નથી. જોકે પોસ્ટ મોર્ટમમાં સ્પષ્ટ કારણ આવી શકે છે. હાલ પોલીસ ને જાણ કરાઈ છે.

Most Popular

To Top