વડોદરા: પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલૂકાના કાલસર ગામમા ડેપ્યૂટી સરપંચ હરીસિંગ રાઠવાના પુત્ર અનિલ રાઠવા પર અજાણ્યા ઇસમોએ ફાયરિંગ કરવાની ઘટના હોવાની ભારે ચર્ચામા રહી હતી. ઇજાગ્રસ્ત યુવાનને વડોદરા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. બનાવને પગલે જીલ્લા એલસીબી,અને એસઓજી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.જેમા તપાસમા કઇક અલગ વાત બહાર આવી હતી. જેમા યુવાને જાતે ઘરકંકાસથી ત્રાસીને ફાયરિંગ કર્યુ હોવાની વિગતો બહાર આવી હતી.
જીલ્લા એસપી ડો.લીનાબેન પાટીલે આ બાબતે પત્રકાર પરિષદમા ગોધરા એસપી કચેરી ખાતે પત્રકારોને વિગતો આપી હતી, અનિલ રાઠવાને કાર્ટીસ ભરી પોતાના ઘર કંકાસથી કટાળી પોતાની જાતે તમચા વડે પોતાના ઉપર ફાયરીંગ કરતા છાતીમા જમણી બાજુ ગંભીર ઇજા થતા બેભાન થઇ ગયેલ અને લોહી નીકળેલ જે લોહી તેના પિતા હરીસિંગ રાઠવાએ કંતાનના કોથળા તથા જુના કાપડના ટુકડા વડે લુછી ઓસરીની ફરસ પાણીથી ઘોઇ નાખી તમંચો પોતાના કબજા ભોગવટાના ખેતરમા આવેલ ઉકરડામા દાટી પુરાવાનો નાશ કર્યો હતો. તેમજ તે ફાયરીગના બનાવ બાબતે પોલીસને માહીતી પુરી પાડવા બંધાયેલી હોવા છતા માહીતી પુરી ન પાડી અને અજાણ્યા ત્રણ ઇસમોએ ફાયરીગ કરી ઇજા પહોચાડેલ હોવાની ખોટી હકીકત ઉપજાવી કાઢી હતી.જેને લઇને પોલીસને ગેરમાર્ગે દોરવા બદલ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.