નવી દિલ્હી: વેલેન્ટાઈન ડે (Valentine’sDay) નજીક આવી રહ્યો છે. તેને પ્રેમીઓનો (Lovers) દિવસ માનવામાં આવે છે. દાયકાઓથી આ દિવસે લવર્સ માટે હોટેલ્સ, રેસ્ટોરન્ટ, ગિફ્ટ આર્ટિકલ્સની દુકાનોમાં અનેક આકર્ષક ઓફરો જાહેર કરાતી હોય છે, પરંતુ આ વર્ષે પહેલીવાર ફિલાડેલ્ફિયાની હોટલે પ્રેમીઓ વિરોધી એક ઓફર લોન્ચ કરી છે. હોટેલિયરની આ ઓફરે ખાસ્સી ચર્ચા જગાવી છે.
ફિલાડેલ્ફિયાના ડાઉનટાઉનની હોટલ લોગાનમાં બ્રેકઅપ (BreakUp) થયા બાદ છૂટા પડેલાં અને સિંગલ્સ (Singles) માટે રોમાન્સ ડિટોક્સ પેકેજ (RomanceDetoxPackage) ઓફર કરાયું છે. આ ઓફરને હોટેલ માલિકે વધુ રસપ્રદ એ રીતે બનાવી છે કે હોટલનો રૂમ બુક કરાવનારના ભૂતપૂર્વ પ્રેમીનો ફોટો પંચિગ બેગ પર પ્રિન્ટ કરીને આપવામાં આવશે. ખાનગી ફિટનેસ ક્લબમાં તે પંચિગ બેગ હૂક કરી તેને મારી શકો છો. 500 ડોલર રોમાંસ ડિટોક્સ પેકેજનો માત્ર આ એક ભાગ છે. તે ઉપરાંત આ પેકેજ હેઠળ સ્પા અને મેડિટેશન જેવી ફેસેલિટિ પણ મળશે. વળી, આખી રાત ન રોકાવું હોય તો પણ આ પેકેજ બુક કરવાની સગવડ હોટલ દ્વારા આપવામાં આવી રહી છે.
લોગાન હોટલના જનરલ મેનેજર જેસિકા બાઉર કહે છે કે રોકી ફિલ્મના લીધે ફિલાડેલ્ફિયામાં બોક્સિંગ પ્રત્યેનો લગાવ સમજી શકાય છે. આ સાથે જ બેડ પર ગુલાબની પાંખડીઓ, તકિયા પર ચોકલેડ અને ઠંડી શેમ્પેઈનની એક બોટલ સ્ટેને વધુ આનંદદાયક બનાવશે. બાઉર કહે છે કે અમે નથી ઈચ્છતા કે વેલેન્ટાઈન ડે માત્ર એક એવું સેલિબ્રેશન ડે હોય જે માત્ર તમે રિલેશનશિપમાં હોવ તો જ ઉજવી શકો.
આ માત્ર સોશિયલ મીડિયા પ્લેટફોર્મની એક લલચામણી જાહેરાત છે કે પછી આવકના નવા સ્ત્રોતનો પ્રવાહ બની જાય તે ખબર નથી પરંતુ એ નક્કી છે કે લોગાન હોટલ એક માત્ર એવી હોટલ બની છે જે વેલેન્ટાઈન ડે વિરોધી ગ્રાહકોને આવકારી રહ્યું છે.
મેનહટનના નોમાદના પાડોશમાં આવેલી રિચાર્ડ બ્રેન્સનની વર્ષો જૂની વર્જિન હોટેલે તાજેતરમાં તેમની લોબીમાં પોપ અપ હાર્ટ બ્રેક બાર શરૂ કર્યું છે. આ બારમાં ફ્રી ઈન્ટરેક્ટિવ ડિસ્પ્લેમાં મોટા ભાગે પેપરના ટુકડા કરનાર અને રંગબેરંગી નોટપેડનો સમાવેશ થાય છે, જેમાં મહેમાનો જૂના પ્રેમપત્રો, ગિફ્ટનો નાશ કરવાની છૂટ આપવામાં આવે છે. તે બ્રાડ પિટ અને જેનિફર એનિસ્ટન અથવા જો જોનાસ અને સોફી ટર્નર જેવા છૂટા પડેલાં સેલિબ્રિટી કપલના ફોટાથી શણગારવામાં આવ્યું છે.
નજીકમાં એક નિયોન ચિન્હની નીચે લખ્યું છે, બૂમો પાડો. એક મખમલી ગાડી છે જે ટિશ્યુના એક મોટા બોક્સથી સજાવેલી છે. મહેમાનોની ઈચ્છા પર તેને થીમ આધારિત સજાવામાં આવે છે.
મોક્સી એનવાયસી ડાઉનટાઉનમાં એક પાર્ટીનો માહોલ ધરાવતી હોટલ હાર્ટબ્રેક હોટેલ થીમનું પણ મનોરંજન કરશે. જો તમે 14 ફેબ્રુઆરીએ આ હોટલના ત્રીજા માળના રિક્રિએશન બાર પર જાવ છો. તો તમને 16 ડોલરમાં ક્યુપિડ કર્સ જેવા નામોવાળી કોકટેલ્સ મળશે, જે મેઝકલ અને કોફી લિકરથી બનેલી છે. તમારા એક્સ અને ઈનહાઉસ ડીજે સ્પિનિંગ બ્રેકઅપ સોંગ્સને એન્ટિ રોમેન્ટિક મેસેજ લખવા માટે હાર્ટ શેપના સ્ટીકી નોટ્સ હશે.
જો કેટલીક ઓફર માત્ર પ્રચારના પ્રોપેગેન્ડા જેવી લાગે છો તે કેટલીક ઓફરોમાં બિઝનેસની મોટી શક્યતાઓ પણ જોવા મળી રહી છે. સોહોમાં ડોમિનિક હોટલ તેના નવા 1,500 ડોલરના બૌડોઈર શૈલીના ફોટો શૂટને વેચવા માટે એન્ટી વેલેન્ટાઈન સેન્ટિમેન્ટનો ઉપયોગ કરી રહી છે. જે સિંગલ ટુરિસ્ટને ટાર્ગેટ કરે છે. આ સિંગલ ટુરિસ્ટ મોટા બાથટબમાં પોઝ આપી શકે છે. હોટેલ શૂટ તમારા માટે એક રોમાન્ટિક ગિફ્ટ બની શકે છે. જે તમારો આત્મવિશ્વાસ વધારી શકે છે.
આ તરફ ગ્રીસના સેન્ટોરિની આઈલેન્ડ અને જમૈકા જેવા રિસોર્ટમાં મહિલાઓ માટે લક્ઝુરીયસ ફોટો શૂટ કરવામાં આવી રહ્યાં છે. જેમાં ફ્લાઈંગ ડ્રેસ પહેરી 600 ડોલર પ્રતિ કલાકમાં ફોટો શૂટ કરાવી શકાય છે. આ ટુરિસ્ટ પ્લેસ બની ગયું છે.
આ બધું ત્યારે આવે છે જ્યારે હોટલોમાં વધુ મહેમાનો એકલા જ ચેક ઈન કરતા જોવા મળે છે.
એસોશિએશન ઓફ બ્રિટિશ ટ્રાવેલ એજન્ટ્સના મતે વેકેશનમાં કોઈ સંગાથ વિના જનારા લોકોની સંખ્યા 2011ના 6 ટકાથી વધીને 2023માં 16 ટકા પર પહોંચી છે. યુએસમાં સોલો ટ્રાવેલ માટે ગૂગલ સર્ચ જાન્યુઆરીમાં સર્વકાલીન ટોચના સ્તરે પહોંચ્યું હતું. ગુગલ ટ્રેન્ડ્સના ડેટા અનુસાર સોલો ફિમેલ ટ્રાવેલ માટે સર્ચ કરે છે. ટીકટોક પર #SoloTravel હેશટેગમાં 702,000થી વધુ પોસ્ટ્સ છે, જેને 7.8 બિલિયન વ્યૂઝ મળ્યા છે.