Madhya Gujarat

પાંડરવાડામાં 1.48 લાખના ખર્ચે નવું ટ્રાન્સફોર્મર નાંખવામાં આવશે

લુણાવાડા :લુણાવાડાના પાંડરવાડામાં છેલ્લા 15 વર્ષથી વીજ વિક્ષેપની સમસ્યા સર્જાય હતી. આ સદર્ભે ગામલોકો દ્વારા અનેક વખત ફરીયાદ કરવા છતા કોઈ ઉકેલ આવતો ન હતો. તાજેતરમાં મહીસાગર કલેક્ટર  ડો.મનીષ કુમારએ પાંડરવાડા ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ધારાસભ્ય જીજ્ઞેશભાઇ સેવક પણ હાજર રહ્યા હતા. કલેકટરની આ મુલાકાત દરમિયાન  ગ્રામજનોએ ગામમાં વારંવાર વીજ વિક્ષેપ થતો હોવાની રજૂઆત કરી હતી. આ મુદે કલેકટરે 1.48 લાખના ખર્ચે નવું ટ્રાન્સફોર્મર બનાવવાનો આદેશ કર્યો હતો. જેના પગલે વીજ તત્રં દોડતું થયું હતું. આ સમસ્યા વિશે એમજીવીસીએલના અધિકારીઓએ કહ્યું હતે કે, પાંડરવાડા ગામમાં  ૩૫૦૦ની વસ્તી છે. જેમાં અંદાજિત ૯૮૧ વીજ જોડાણ છે.

આ વીજ ગ્રાહકોને અગાઉ ૧૧ કે.વી.ના ટ્રાન્સફોરમર વડે વીજ પુરવઠો પૂરો પાડવામાં આવતો હતો. જોકે વીજ વિક્ષેપની સમસ્યાને ધ્યાનમાં રાખતા ગ્રામજનોને બીજી ૧૧ કે.વી.ની વીજ લાઇન પરથી વીજ પુરવઠો આપવામાં આવતો હતો. પરંતુ આ વીજ લાઇનને ચાલુ કરતાં પાંડરવાડા ગામમાં ૩ ટ્રાન્સફોર્મરમાંથી માત્ર બે  જ ટ્રાન્સફોર્મરમાં વીજ પુરવઠો આવતો હતો. એક જ ગામમાં બે અલગ અલગ  વીજલાઈનની સપ્લાય મળે તેવી પરિસ્થિતી થતાં ગ્રામજનોએ વિરોધ નોધાવ્યો હતો અને સમસ્યા હલ થઈ ન હતી. તાજેતરમાં કલેક્ટરના માર્ગદર્શન હેઠળ પાંડરવાડા ગ્રામ પંચાયત કચેરી ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં સરપંચ, પંચાયતના સભ્યઓ તથા ગામના અગ્રણીશઓની બેઠક યોજીવામાં આવી હતી. જેમાં  સર્વાનુમતે ગામના છેવાડાના ટ્રાન્સફોર્મરને દૂધ મંડળી પાસે 1.48 લાખના ખર્ચે નવું ટ્રાન્સફોર્મર નાંખવામાં આવશે.

રાજસ્થાન બોર્ડરના જંગલ વિસ્તારમાંથી વીજ લાઇન પસાર થતા વિક્ષેપ સર્જાતો હતો

આ સમસ્યા અંગે વીજ વિભાગએ કહ્યું હતું કે, રાજસ્થાન બોર્ડર પર આવેલા કાલાખેતરાના જંગલ વિસ્તાર સુધીની ૪૬.૭ કિમીની વીજ લાઇન ૬૬ સબ-સ્ટેશનમાંથી પસાર થાય છે. વધુ લંબાઈના કારણે ફીડરમાં અવારનવાર વીજ વિક્ષેપ ઉભો થવાના પ્રશ્નો થતાં હતા. જેથી પાંડરવાડા ગામમાં વીજ વિક્ષેપની સમસ્યા ઉભી થતી હતી. ગ્રામજનોએ વીજલાઇનને બદલીને બીજી ૧૧ કે.વી.ની બોરવાઈ વીજ લાઇન પરથી  વીજ પુરવઠો મળે એવી રજૂઆત કરવામાં આવી હતી. જે સંદર્ભે એમજીવીસીએલે જરૂરી મંજૂરી મેળવીને આ કામગીરી ગત સપ્ટેમ્બર મહિનામાં પૂર્ણ કરી હતી.પરતું ગ્રામજનોની સ્‍થિતિ  યથાવત રહી હતી.

યોગ્ય જગ્યા બાબતે એક મત થતો ન હતો

કલેક્ટરની તાજેતરની પાંડરવાડા ગામની મુલાકાત વખતે પુન: એકવાર વીજલાઇનના બાકી રહેલ કામ સંદર્ભે ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે બાકોર પેટા વિભાગીય કચેરીના નાયબ ઇજનેરને માહિતી મળતા તાત્કાલિક સ્થળ ઉપર હાજર રહી પડતર પ્રશ્ન બાબતે કાર્યપાલક ઇજનેરના પરામર્શમાં રહી મોજણી કરી હતી. મોજણી દરમિયાન જણાયું હતું કે આ પડતર પ્રશ્નનો નિકાલ પાંડરવાડા ગામના છેવાડાના ટ્રાન્સફોર્મરને ગામની નજીક દૂધ મંડળી પાસે આવેલા ટ્રાન્સફોરમર પાસે જગ્યા ફેર કરી સરળતાથી નિવારણ લાવી શકાય છે. આ મોજણીમાં સરપંચ, પંચાયતના સભ્યઓ અને ગ્રામજનો પણ હાજર હતા પરંતુ ટ્રાન્સફોર્મર માટે યોગ્ય જગ્યા બાબતે એક મત ન થતાં કોઈ નિકાલ આવ્યો નહતો.

Most Popular

To Top