Madhya Gujarat

આણંદમાં વાહનો નંબર માટે નવી સિરીઝનો પ્રારંભ કરાશે

આણંદ : આણંદ જિલ્લામાં નોનટ્રાન્સ પોર્ટ, મોટરકાર અને મોટરસાયકલમાં પસંદગીના નંબરો મેળવવા માટે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા ઓનલાઇન રીઓક્સન શરૂ કરવામાં આવ્યું છે. આ રીઓક્સનમાં ભાગ લેવા ઇચ્છતા વાહન માલિકોએ 21 થી 23મી ડિસેમ્બર સુધીમાં રજિસ્ટ્રેશન કરાવી એપ્લીંકેશન કરવાની રહેશે. બાદમાં 25 ડિસેમ્બર સુધી  રીઓક્સનનું બીડીંગ કરવાનું રહેશે અને 27 ડિસેમ્બરના રોજ ફોર્મ સહાયક પ્રાદેશિક વાહનવ્યવાહર કચેરી ખાતે બપોરના 3 કલાકે ઓપન થશે. બાદમાં અરજદારે ફોર્મ જમા કરાવવાના રહેશે.

આણંદની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા ઓનલાઇન રીઓક્સન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં નોન ટ્રાન્સ પોર્ટ સીરીઝ GJ 23 DM 0001  થી GJ 23 DM 9999 તથા જૂની સીરીઝ  GJ 23 DK 0001 થી GJ 23 DK 9999 (મોટર સાયકલ), (મોટરકાર) LMV GJ 23 CD  0001 થી  GJ 23 CD 9999 તથા LMV GJ 23 CE 0001  થી   GJ 23 CE 9999  તેમજ GJ 23 CF 0001  GJ 23 CF 9999 (મોટરકાર) રીઓક્સન શરૂ કરવામાં આવ્યું છે. આથી રસ ધરાવતા વાહનમાલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન ઓનલાઇન https://parivahan.gov.in/fancy પર કરી રીઓક્સનમાં ભાગ લઇ શકશે. વાહનમાલિકો કે જેઓના વાહનના સેલ લેટરમાં સેલ તારીખથી ૬૦ દિવસની અંદર હોય તેઓજ આ હરાજીમાં ભાગ લઇ શકશે. સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે જયારે જે અરદજારે ખરીદી સમયથી સાત દિવસની અંદર સીએનએ ફોર્મ ભરેલ હશે તેવા જ અરજદારો રીઓક્સનમાં ભાગ લઇ શકશે.

Most Popular

To Top