ઇન્દોરના રાજા રઘુવંશી હત્યા કેસમાં નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે આ કેસમાં વધુ એક પાત્રનો પ્રવેશ થયો છે. પોલીસે સોનમની કોલ ડિટેલ્સની તપાસ કરી છે. કોલ ડિટેલ્સમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે.
ઇન્દોરના રાજા રઘુવંશી હત્યા કેસમાં એક નવો વળાંક આવ્યો છે. હવે આ કેસમાં વધુ એક પાત્રનો પ્રવેશ થયો છે. પોલીસ તપાસમાં સોનમની કોલ ડિટેલ્સ પરથી જાણવા મળ્યું છે કે તે સંજય વર્મા નામના વ્યક્તિના સંપર્કમાં હતી. સોનમે 38 દિવસમાં સંજય વર્માને 234 વખત ફોન કર્યા હતા અને તેનો નંબર સંજય વર્મા હોટેલ તરીકે સેવ કર્યો હતો.
રાજ, સોનમ અને ???: પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે હત્યાકાંડ પહેલા સોનમ રાજ સિવાય કોઈ બીજાના સંપર્કમાં હતી. તે વ્યક્તિનું નામ સંજય વર્મા હોવાનું કહેવાય છે. સોનમે તા.1 માર્ચથી તા8 એપ્રિલ 2025 દરમિયાન સતત સંજય વર્માને ફોન કર્યો હતો. સોનમે 38 દિવસમાં સંજય વર્માને 234 વખત ફોન કર્યા હતા. સોનમે તેનો નંબર સંજય વર્મા હોટેલ તરીકે સેવ કર્યો હતો.
સંજય વર્મા કોણ છે?: પોલીસ તપાસમાં સ્પષ્ટ થયું છે કે રાજ કુશવાહા ઉપરાંત રાજા રઘુવંશી હત્યા કેસમાં અન્ય લોકો પણ સંડોવાયેલા છે. સંજય વર્મા કોણ છે તેની તપાસ કરવામાં આવી રહી છે. રાજાની હત્યા બાદથી સંજય વર્માનો ફોન બંધ છે.
શું રાજ-સોનમે સંજય વર્માના નામે નંબર લીધો હશે?: રાજ અને સોનમએ રાજાની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. શંકા છે કે બંને એ સંજય વર્માના નામે મોબાઈલ નંબર લીધો હતો. શક્ય છે કે તેઓએ હત્યાની યોજના બનાવવા માટે સંજય વર્મા ના નામે નંબર લીધો હોય જેથી હત્યા પછી પોલીસ તપાસથી બચી શકે.
ત્રણ આરોપીઓએ નવા સિમકાર્ડ લીધા હતા: તપાસમાં જાણવા મળ્યું છે કે રાજાને મારવા માટે શિલોંગ આવેલા આરોપી વિશાલ, આકાશ અને આનંદે નવું સિમ કાર્ડ પણ લીધું હતું. રાજાની હત્યા કર્યા પછી, આ ત્રણેય આરોપીઓએ નંબર બંધ કરી દીધો અને સિમ ફેંકી દીધું.તેમજ નવા નંબરનાં સિમકાર્ડ લીધા હતા જેથી પોલીસની તપાસથી બચી શકાય.