વડોદરા, તા.18
વણકર સમાજને એકતાંતણે બાંધવા માટે વડોદરા એસ.આર.પી.એફ. પોલીસ સ્કુલ લાલબાગ ખાતે સમસ્ત ગુજરાત વણકર સમાજની ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટ વડોદરા શહેર ના અરુણ ભાઈ રાજ અને તેમની ટીમ દ્વારા યોજવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં રાજ્યભરમાંથી કુલ ૪૪ ટીમોએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની પૂર્ણાહુતિમાં ટીમ વોરિયર ઇલેવન (છોટાઉદેપુર) શાનદાર પ્રદર્શન કરતા વિજયી બની હતી.
આ ડે ટુર્નામેન્ટમાં ટીમ વોરિયર ઇલેવન (છોટાઉદેપુર) અને બરોડા વણકર (ભૂતડીઝાંપા) ફાઇનલ માં પહોંચી હતી જેમાં ટીમ વોરિયર ઇલેવન (છોટાઉદેપુર કવાંટ 40. ગામ વણકર સમાજ )નો શ્રેષ્ઠ પ્રદર્શન કરતા ટુર્નામેન્ટની ટ્રોફીની હકદાર બની હતી. છોટાઉદેપુર ની ટીમ વિજેતા બનતા. તેઓને અરુણ ભાઈ રાજ રીયાલ એસ્ટેટ સાથે જોડાયેલા નિલેશ ભાઈ જાદવ તેમજ જોરૂ ભાઈ ભરવાડ વડોદરા જીલ્લા ફોજદારી વકીલ મંડળ ના પ્રમુખ એડવોકેટ હર્ષદ પરમાર નરેન્દ્ર રાજ સહીત ઉપસ્થિત આગેવાનો ના હસ્તે ટ્રોફી એનાયત કરાઈ હતી.
