Charchapatra

છેતરપિંડીનું નવું ક્ષેત્ર

મે મહિનો આ વખતે કાળઝાળ ગરમી અને એમાં અંગારાનું ઈંધણ પૂરતી લોકસભાની ચૂંટણીને કારણે યાદગાર બની ગયો.શ્રાવણ માસ નજીક આવે ત્યારે લોકોને શિવજી સાંભરે એમ મે માસ સામે આવતો હોય ત્યારે પ્રવાસ આયોજકો (ટૂર્સ અને ટ્રાવેલ્સ એજન્ટોને) શહેર છોડી નાસી જનારા કોણ અને કયો વર્ગ છે એનાં સપનાં આવે.જે પ્રવાસનું સ્થળ સુરતનો ટ્રાફિક અને ભીડની યાદ અપાવે એટલા ભરચક આ માસમાં હોય છે.ત્યાં જવા માટે સુરત જ નહિ, બીજાં શહેરો પણ હવે પણ આ દોટમાં શામેલ છે.’ તમે ફરી આવ્યા? પણ અમે રહી ગયા અથવા રહી જશું ‘ એ માનસિકતાનો ભરપૂર લાભ માન્ય અને રજિ.ન હોય એવા ટૂર ઓપરેટરો ઉઠાવે છે.

બીજા કરતાં ઓછા પૈસે લઈ જવાની લાલચમાં અગાઉનો રેકોર્ડ જોયા વગર લોકો રંગીન પેમ્ફલેટ,સુરતી જમણ અને કયારેક આકર્ષક ડીસ્કાઉન્ટની લાલચમાં આવી અડધા કે પૂરા પૈસા ભરી દે છે.( જો કે અન્ય ક્ષેત્રની જેમ સામે ચાલીને છેતરાવામાં પણ સુરત નંબર છે) અહીં નિર્ધારિત સ્થળે ગયા પછી જણાવેલ સ્થળે નથી એવી કોઈ હોટલ હોતી કે નથી કોઇ ટ્રાવેલ્સવાળાનો એજન્ટ.(આ વાત માત્ર લેભાગુ ટૂર ઓપરેટરોને લાગુ પડે છે) પ્રવાસેથી આવ્યા પછી બીજા ચાર કુટુંબને ભલામણ કરી શકાય એવા સુંદર આયોજકો પણ શહેરમાં છે જ એની પણ નોંધ લેવી ઘટે.
સુરત     – પ્રભાકર ધોળકિયા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

ક્યારે ખાવું, કેટલું ખાવું તેનું ધ્યાન રાખો
ઘણાં વ્યકિતઓ એવાં છે કે ખાવાનો સમય થયો એટલે ખાય છે. સુરતમાં અલગ અલગ પ્રજા હોવાથી તેનો જમવાનો સમય પણ અલગ હોય છે. બાકી અલગ અલગ પ્રાંતમાંથી 2 થી 3 માં જમે છે. નાસ્તો અને જમવાના સમયમાં લગભગ 4 થી 5 કલાકનો તફાવત રાખવો એટલે તમોને ભૂખ પણ લાગે અને સમય પણ સચવાય. બીજું સવારે જમવાનું પણ. નાસ્તામાં તમારો 90 ટકા ભાગ પૂરો કરો. બાકીનો 30 ટકા ભાગ રાત્રે 8 વાગે જમવામાં પૂરો કરો. જો તમારું એકસરખું શીડયુઅલ હોય તો કોઈ પણ દિવસ રોગ વિશે ફરિયાદ ન  થાય. રાત્રે જમવાના અને સૂવાના સમયમાં 2 કલાકનું અંતર રાખો. ખાસ કરીને ઉનાળામાં તપેલો-તીખો-ગરમ ખોરાક ન લેવો. લીંબુ પાણી, છાસ, લસ્સી પર ધ્યાન વધારે આપો.
સુરત     – મહેશ આઈ. ડોકટર– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top