પંજાબના મોહાલીના ઝામપુર વિસ્તારમાં 12 ફેબ્રુઆરી 2026ના રોજ એક મુસ્લિમ પોતાની જમીન પર મંદિર બાંધવા માંગતા હતા પણ તેમની પાસે મંદિરલાયક કોઇ મોટી જગ્યા નહોતી. આ મુસ્લિમ ભાઇ નવાજુદ્દીનને ખબર પડી તો સામે ચાલીને પોતાની જમીન મંદિર બાંધવા માટે આપી દીધી. આ પ્રસંગે હાજર રહેલા પંજાબના શાહી ઇમામે કહ્યું કે અનેકતામાં એકતા જ ભારત દેશની તાકાત છે. જેને કોઇ તોડી શકે એમ નથી. હિન્દુ-મુસ્લિમ એકતા જ ભારતને મહાન અને શક્તિશાળી રાષ્ટ્ર બનાવશે!
યુએસએ – ડો. કિરીટ એન. ડુમસિયા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
રોશની બારેમાસ
વર્તમાન સમયમાં ઈરાન, ઈઝરાએલ, અમેરિકા, અખાતી દેશો તથા અન્ય ઘણા દેશોમાં ખનિજ તેલ-ગેસના મામલે ચકમક ઝરી રહી છે, (સાચાં કારણો તો બીજાં જ છે. ) જેની વૈશ્વિક સ્તરે અસર દેખાવા લાગી છે. ગેસ-તેલની કટોકટી ચાલુ થઈ ગઈ છે. અસર છેવટે તો પ્રજાએ જ ભોગવવી રહી. એક રસપ્રદ કિસ્સો વડોદરાનો અત્રે યાદ આવે છે. આશરે 45 વર્ષ પહેલાં અમે વડોદરા રહેતાં. નવાં-નવાં ગેસ કનેકશનો આવેલાં. ગેસ 24 કલાક છૂટથી વાપરી શકાતો. કેટલાંક લોકો માચીસ-લાઈટરનો ઉપયોગ અવારનવાર ટાળતાં તેમજ શિયાળામાં રસોડામાં ગરમાટો લાવવા ગેસ-ચૂલા ચાલુ જ રાખતાં.
હવે એવો સમય નિશ્ચિત આવશે, કે સોલાર વીજળી વગેરેનો વ્યાપ ખૂબ જ વધી જશે. સોલાર વીજળી વડે ચાર્જ કરી શકાય એવાં ઘણાં સાધનો આવશે. સરવાળે એની વીજળી મફત મળતી થશે. બજારમાં વિવિધ પ્રકારનાં ઉપકરણો આવશે તેમજ અંધારિયાં ઘરોમાં પણ ઝળાંહળાં વીજળી ઝબૂકશે. સૂર્યનારાયણ દેવકી જય હો! રોશની બારે માસ એક હકીકત બની જશે.
પાલ-ભાઠા રમેશ એમ. મોદી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.