SURAT

દિવાળી બાદ હીરા ઉદ્યોગના દિગ્ગજ વેપારી મુંબઈની ફેક્ટરીને તાળું મારી દેશે

સુરત(Surat) : વિશ્વના હીરા ઉદ્યોગની ટોચની કંપની કિરણ જેમ્સના (KiranGems) માલિક અને વિશ્વના સૌથી મોટા સુરત ડાયમંડ બુર્સના (SuratDiamondBurse) ચેરમેન વલ્લભભાઇ લાખાણી (VallabhLakhani) એ મુંબઈના ભારત ડાયમંડ બુર્સમાં ચાલતો 17,000 કરોડનો વેપાર શિફ્ટ કરવા તૈયારીઓ શરૂ કરી છે. વલ્લભભાઈ લાખાણી(પટેલ)એ ભારત સરકારની નવરત્ન કંપનીઓ NTPC અને ONGCની તર્જ પર સુરતના જિયાવ ગામમાં 40,000 વાર જમીનમાં પોતાની પ્રાઇવેટ ટાઉનશીપ ઊભી કરી છે.

મુંબઈના હીરાના વેપારી સુરત શિફ્ટ થઈ જશે, સુરતના આ વિસ્તારમાં 1200 કર્મચારીઓ માટે બનાવી ભવ્ય ટાઉનશિપ

આ ટાઉનશિપમાં મુંબઈથી શિફ્ટ થનારા પોતાના 1200 કર્મચારીઓ માટે ફાઈવસ્ટાર હોટેલના રૂમ જેવા ભવ્ય 2BHK ફ્લેટ વાળા એપાર્ટમેન્ટ્સ બાંધ્યા છે. 1200 કર્મચારીઓનો પરિવાર ટાઉનશીપમાં જ જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદી શકે એ માટે વોલમાર્ટ જેવી માર્કેટ વ્યવસ્થા પણ ઊભી કરી કરી છે.

કિરણ જેમ્સ હીરા ઉદ્યોગમાં રોજગાર દાતા તરીકેનું ગૌરવ ધરાવે છે

  • કિરણ જેમ્સ, 17,000 કરોડ રૂપિયાના વાર્ષિક ટર્નઓવર સાથે, લાંબા સમયથી હીરા ઉદ્યોગમાં અગ્રણી ખેલાડી છે. કંપનીનું મુખ્ય મથક અત્યારે મુંબઈના પ્રતિષ્ઠિત ભારત ડાયમંડ બોર્સ (BDB)માં બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) માં છે, જે 12,000 ચોરસ ફૂટ વિસ્તાર ધરાવે છે.
  • કિરણ જેમ્સ હીરા ઉદ્યોગમાં વિશ્વના સૌથી મોટા રોજગારદાતા તરીકેનું ગૌરવ ધરાવે છે, લગભગ 48,000 કુશળ હીરા કારીગરો સુરતમાં આવેલી તેની આઠ ડાયમંડ ફેક્ટરીઓમાં કાર્યરત છે.
  • પલસાણા-હઝીરા સ્ટેટ હાઈવે 168 પર ખાજોદ ખાતે આવેલા સુરત ડાયમંડ બોર્સ (SDB) થી માત્ર 10-મિનિટના અંતરે કર્મચારીઓ માટે ટાઉનશીપ ઊભી કરી ચોંકાવી દીધા છે. 21 નવેમ્બરના રોજ SDB ખાતે કિરણ જેમ્સની અત્યાધુનિક ઓફિસ 1.17 લાખ ચોરસ ફૂટમાં શરૂ થશે.

અહીં દવાખાનું, રેસ્ટોરન્ટ, કેન્ટીન, કપડાં, જુતા, ચંપલ, સ્ટેશનરી, શાકભાજી, ડેરીથી લઈ જીવન જરૂરિયાતની વસ્તુઓ કેમ્પસમાં જ સસ્તા દરે મળી રહે એ માટે બે માળ માર્કેટ સ્પેસ માટે અનામત રાખ્યા છે. એક ઐતિહાસિક પગલામાં જેણે કોર્પોરેટ જગતને આશ્ચર્યમાં મૂકી દીધું છે.

અબજોપતિ હીરા ઉદ્યોગપતિ વલ્લભ લાખાણી, જેને પ્રેમથી વલ્લભ કાકા તરીકે ઓળખવામાં આવે છે, તે 21મી નવેમ્બરના રોજ મુંબઈથી વિદાય લેવા માટે તૈયાર છે, કુદરતી હીરાના વિશ્વના સૌથી મોટા ઉત્પાદક કિરણ જેમ્સના ચેરમેન વલ્લભ કાકાએ એવું સાહસિક પગલું ભર્યું છે જે ભારતીય વ્યાપાર ક્ષેત્રે અગાઉ ક્યારેય જોવા મળ્યું નથી.

દિવાળીના તહેવાર પછી BDBમાં કિરણ જેમ્સની ઓફિસને તાળું મારી સુરત આવી જઈશું : વલ્લભભાઈ
સુરત ડાયમંડ બુર્સનાં ચેરમેન વલ્લભભાઇ લાખાણીએ જણાવ્યું હતું કે, મુંબઈની કોર્પોરેટ ઓફિસ અને એના 1200 કર્મચારીઓ માટે સુરતનાં કુદરતી માહોલમાં કિરણ એવન્યુના નામે ટાઉનશીપ ઉભી કરી છે. પ્રથમ, અમે ખજોદમાં વિશ્વનો સૌથી મોટો ડાયમંડ બુર્સ બનાવ્યો, એની સાથે અમે મુંબઈમાં અમારા કર્મચારીઓ માટે એપાર્ટમેન્ટ્સ બનાવ્યા.

કિરણ જેમ્સના કર્મચારીઓ માટે કિરણ એવેન્યુ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ ચાલુ છે અને તે ટૂંક સમયમાં એનું પણ લોકાર્પણ થશે. સંપૂર્ણ સુસજ્જ 2BHK એપાર્ટમેન્ટમાં વેલ ફર્નિશડ ફર્નિચર,એર કન્ડિશન, PNG પાઇપલાઇન ગેસ, શોપિંગ સેન્ટર, ચિલ્દ્રન પ્લે એરિયા,ગાર્ડન, વોકિંગ ટ્રેક,સહિતની અનેક સુવિધાઓ હશે. સિંગલ વ્યક્તિઓ માટે અલગ રહેઠાણ અને કેન્ટીનની વ્યવસ્થા રહેશે.

દિવાળીના તહેવાર પછી ભારત ડાયમંડ બુર્સ (BDB)માં કિરણ જેમ્સની ઓફિસને તાળું મારી દેવામાં આવશે. આ પગલું ડાયમંડ કંપનીના માલિકોમાં વિશ્વાસ જગાડવાનો હેતુ છે કે બિઝનેસને મુંબઈથી સુરતમાં સ્થાળાંતરીત કરવાના વચનને સમર્થન આપવામાં આવ્યું છે.

SDBમાં આવવાથી, હીરા કંપનીઓને સમૃદ્ધ સામાજિક જીવનની દ્રષ્ટિએ ફાયદો થઈ શકે છે, જે સખત મુસાફરીના સમયમાં ઘટાડો (બે કલાકથી માંડ 15 મિનિટ), સસ્તું રિયલ એસ્ટેટ પ્રોપર્ટીઝ (મુંબઈના એક તૃતીયાંશ ખર્ચે), અને સૌથી અગત્યનું, પોલિશ્ડ હીરાના ભાવમાં 3-4%નો સીધો ઘટાડો થશે.

સુરત ડાયમંડ બોર્સ (SDB) એ 2025 સુધીમાં વાર્ષિક રૂ. 4 લાખ કરોડના પોલિશ્ડ હીરાની નિકાસનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. SDB ખાતે ડાયમંડ ટ્રેડિંગ સત્તાવાર રીતે 21 નવેમ્બરથી શરૂ થવાનું છે, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તૈયાર છે. 17 ડિસેમ્બરે એનું વિધિવત ઉદ્ઘાટન કરશે.

Most Popular

To Top