National

કેદારનાથમાં બરફનો પહાડ તૂટી પડતા લોકોને 2013ની તબાહી યાદ આવી

ઉત્તરાખંડઃ ઉત્તરાખંડ(Uttarakhand)માં વારંવાર ભૂસ્ખલન(Landslide) અને હિમસ્ખલન(Avalanche)ની ઘટનાઓ બની રહી છે. પરંતુ રાજ્યની કેદારનાથ(kedarnath) ખીણ(valley)માં છેલ્લા 10 દિવસમાં બે વખત પર્વત સરકવાની ઘટનાઓ સામે આવી છે. આ ઘટનાઓએ દરેકને ચિંતામાં મૂકી દીધા છે. આવી ઘટનાઓ બાદ સ્થાનિક લોકો વર્ષ 2013માં થયેલી દુર્ઘટનાને લઈને ચિંતિત છે.

  • કેદારનાથમાં ફરી બરફનો પહાડ સરક્યો
  • જોત જોતામાં બરફનો પહાડ સાવ તૂટી પડ્યો
  • ભૂસ્ખલન બાદ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર
  • 21 સપ્ટેમ્બરે પણ ભૂસ્ખલન થયું હતું

ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં ફરી એકવાર ચોરાબારીથી ત્રણ કિમી ઉપર બરફનો પહાડ લપસી જવાની ઘટના સામે આવી છે. હિમાલયના કેદારનાથ મંદિર પાસે આજે સવારે 6 વાગ્યે હિમસ્ખલનની આ ઘટના બની હતી. ગ્લેશિયરમાંથી બરફનો પહાડ પડ્યો. રાહતની વાત એ છે કે આ હિમપ્રપાતમાં કેદારનાથ મંદિરને કોઈ નુકસાન થયું નથી.

મંદિરની નજીક જ પહાડ તુટ્યો
વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે મંદિરની નજીક બરફનો પહાડ સરકી રહ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે બરફનો પહાડ જોત જોતામાં સંપૂર્ણ રીતે ધસી ગયો. કહેવામાં આવી રહ્યું છે કે આઇસબર્ગ ઘણો વધી ગયો હતો, જેના કારણે બરફના ધુમાડા લાંબા સમય સુધી રહ્યા હતા. જિલ્લા મેજિસ્ટ્રેટ મયુર દીક્ષિતે કહ્યું કે સ્થિતિ હજુ સ્પષ્ટ નથી. કેદારનાથમાં બધુ સામાન્ય છે. મંદિર સહિત આસપાસના વિસ્તારમાં બધું બરાબર છે. મંદાકિની નદીનું જળસ્તર પણ સામાન્ય છે.

ભૂસ્ખલન બાદ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર
ભૂસ્ખલન બાદ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. પોલીસ-પ્રશાસન દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં વધારાનો પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવ્યો છે. આ સાથે યાત્રાળુઓને સાવચેતી રાખવાની પણ સલાહ આપવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2013માં કેદાર ઘાટીમાં ચોરાબારી તળાવ ફાટવાને કારણે મંદાકિની નદીમાં પૂર આવ્યું હતું. આ દુર્ઘટનામાં હજારો શ્રદ્ધાળુઓએ પણ જીવ ગુમાવ્યા હતા.

21 સપ્ટેમ્બરે પણ ભૂસ્ખલન થયું હતું
જો કે, આ પહેલીવાર નથી, જ્યારે કેદાર ઘાટીમાં આવું દ્રશ્ય સામે આવ્યું છે. 21 સપ્ટેમ્બર 2022ના રોજ હાઇવે પર ભૂસ્ખલન થયું હતું. સારી વાત એ હતી કે ત્યાંથી પસાર થતા વાહનો કાટમાળની લપેટમાં આવ્યા ન હતા. પરંતુ વરસાદે ચારધામ યાત્રાને અસર કરી હતી.

Most Popular

To Top