Vadodara

નેસ મહી કેનાલમાં માતાએ બે સંતાનો સાથે ઝંપલાવ્યું

ઠાસરા તા.15
ઠાસરા તાલુકાના નેસ ગામમાંથી પસાર થતી કેનાલમાં માતાએ તેના બે સંતાનો સાથે ઝંપલાવ્યું હતું. આ અંગે ગ્રામજનોને જાણ થતાં તાત્કાલિક શોધખોળ હાથ ધરી હતી. જેમાં એક દિકરી મળી આવી હતી. જ્યારે માતા અને અન્ય સંતાનની શોધખોળ હાથ ધરી હતી.
ઠાસરા તાલુકામાં આવેલ નેશ ગામ પાસે પસાર થતી કેનાલમાં એક માતા બે સંતાનો સાથે ઝંપાવ્યું હોવાનું બનાવ બન્યો છે. મહી કેનાલના પાણીમાં કોઈ અગમ્ય કારણોસર માતાએ પોતાની બે દિકરીઓ સહિત કૂદકો લગાવી દીધો હતો. જોકે આ બનાવની જાણ થતાં આસપાસના લોકોએ ત્રણેય બચાવવા માટે શોધખોળ થાય પોલિસ તંત્ર ને તાત્કાલિક જાણ કરી હતી. તેમજ સ્થાનિક લોકોએ એક દીકરીને બચાવી લીધી છે.  પાણીમા ગરકાવ થયેલા ત્રણ પૈકી એક બાળકીને શોધવામાં આવી હતી. જેને સારવાર માટે ડાકોર રેફરલ હોસ્પિટલમાં 108 મારફતે મોકલવામાં આવેલ હતી. હજુ  માતા અને અન્ય એક દીકરીની શોધખોળ ચાલુ છે.  બે વર્ષની નાની બાળકીને  ઢુંનાદરાના યુવકોએ ડૂબતાં બચાવી લીધી હતી.પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
નેશ પાસે મહી કેનાલમાં  શોધખોળ દરમિયાન મળેલી બાળકીનું નામ ધરતી હોવાનું જાણવા મળ્યું છે. હાલ વધુ સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરેલ છે. મહી કેનાલમાં ઝંપલાવનાર માતા અને બે દિકરીઓ અંગે જાણ થાય તો ડાકોર પોલીસ મથકે જાણ કરવા અપીલ કરવામાં આવી છે. 

Most Popular

To Top