નવી દિલ્હીઃ ઉત્તરાખંડના રામનગરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક એચઆઈવી સંક્રમિત યુવતીએ 17 મહિનામાં 20 જેટલા યુવાનોને એઈડ્સનો ચેપ લગાડ્યો છે. હોસ્પિટલ પહોંચેલા યુવકોની તપાસ કરવામાં આવી ત્યારે તેઓ એચઆઈવી પોઝીટીવ હોવાનું જણાયું હતું. મામલો રામનગરના ગુલરઘાટી વિસ્તારનો છે. જ્યાં HIV પોઝિટિવ યુવકોના કાઉન્સેલિંગ દરમિયાન માત્ર એક યુવતીનું નામ સામે આવ્યું હતું. મળતી માહિતી મુજબ, યુવતીને સ્મેકની લત છે. ડ્રગ્સ ખરીદવા માટેના રૂપિયા ભેગા કરવા તે યુવકોને ફસાવી તેઓ સાથે શરીર સંબંધ બાંધતી હતી.
આંકડાઓ અનુસાર, છેલ્લા કેટલાક વર્ષોમાં નૈનીતાલ જિલ્લામાં એચઆઈવીના કેસોમાં વધારો થઈ રહ્યો છે, જેમાં રામનગરમાં સૌથી વધુ એચઆઈવી કેસ નોંધાયા છે. અહીં છેલ્લા 17 મહિનામાં 45 લોકો એચઆઈવી પોઝીટીવ મળી આવ્યા છે. એપ્રિલ 2023 થી માર્ચ 2024 સુધીમાં એક વર્ષમાં 26 નવા દર્દીઓ મળી આવ્યા, જે પછી એપ્રિલથી ઓક્ટોબર સુધીમાં 19 લોકો એચઆઈવી સંક્રમિત થયા. જેમાં 30 પુરૂષો અને 15 મહિલાઓનો સમાવેશ થાય છે. આ 30 પુરુષોમાંથી 20 યુવકોને આ યુવતી દ્વારા ચેપ લાગ્યો છે.
રામનગરની રામદત્ત જોશી જોઈન્ટ હોસ્પિટલના ઈન્ટિગ્રેટેડ કાઉન્સેલિંગ એન્ડ ટેસ્ટિંગ સેન્ટર (આઈસીટીસી)ની કાઉન્સેલર મનીષા ખુલબે જ્યારે સંક્રમિત યુવકોની પૂછપરછ કરી તો ખબર પડી કે એક 17 વર્ષની એક ગરીબ છોકરી છે. તે રામનગરના ગુલારઘાટી વિસ્તારમાં મુસ્લિમ પરિવારની છે.
સગીર યુવતી લાંબા સમયથી સ્મેકની લત છે. જ્યારે પણ તેને સ્મેક ખરીદવા માટે પૈસાની જરૂર પડતી ત્યારે તે યુવકોને પોતાની પાસે બોલાવતી હતી. યુવતીને ચેપ લાગ્યો છે તે વાતથી અજાણ યુવકો વારંવાર યુવતીનો સંપર્ક કરતા હતા અને શારીરિક સંબંધ બાંધતા હતા. પરંતુ જ્યારે કાઉન્સેલરે તમામ ચેપગ્રસ્ત યુવકોની પૂછપરછ કરી અને તે જ યુવતીનું નામ બહાર આવ્યું તો ખબર પડી કે તે એક જ યુવતી હતી જે એચઆઈવી ફેલાવતી હતી.
15 મહિલાઓને પણ ચેપ લાગ્યો
કાઉન્સિલરની પૂછપરછ દરમિયાન બીજી ચોંકાવનારી હકીકત એ બહાર આવી કે જે યુવકોને ચેપ લાગ્યો હતો તે પૈકી કેટલાંક પરિણીત હતા. તે યુવકો પૈકી કેટલાંક યુવકોની પત્નીઓને પણ ચેપ લાગ્યો છે. 15 મહિલાઓને ચેપ લાગ્યો છે.
HIV અને AIDS વચ્ચેનો તફાવત
હ્યુમન ઇમ્યુનોડેફિસિયન્સી વાયરસ (HIV) એ વાયરસ છે જે એક્વાયર્ડ ઇમ્યુનોડેફિસિયન્સી સિન્ડ્રોમ (AIDS)નું કારણ બને છે. એચઆઈવી પોઝીટીવ એટલે એચઆઈવી વાયરસથી સંક્રમિત. જો કે, તેનાથી પ્રભાવિત થવાનો અર્થ એ નથી કે વ્યક્તિને એઇડ્સ છે. તેની સારવાર સમયસર થઈ શકે છે. જ્યારે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિમાં બહુ ઓછા શ્વેત રક્તકણો હોય ત્યારે HIV એઈડ્સ બને છે. આરોગ્ય વિભાગ દ્વારા એચઆઈવી સંક્રમિત દર્દીઓને મફત દવાઓ આપવામાં આવે છે. તેનું નામ અને સરનામું પણ ગુપ્ત રાખવામાં આવ્યું છે.