દાહોદ સુખસર: ફતેપુરા તાલુકાના માધવા ગામે મંગળવારના રોજ એક 52 વર્ષીય આગળ ઉપર વીજળી ત્રાટકતા ઘટનાસ્થળે જ મોત નિપજવા પામેલ હોવાનું જાણવા મળે છે. ફતેપુરા તાલુકામા માધવા ગામના ઉજાડિયા ફળિયામાં રહેતા ગરાસીયા રમેશભાઈ મતાભાઈ (ઉંમર વર્ષ 52) ખેતીવાડી દ્વારા ગુજરાન ચલાવતા હતા.જેઓ મંગળવાર 7 સપ્ટેમ્બર 2021 ના રોજ ચારેક વાગ્યાના અરસામાં ગાજવીજ સાથે વરસાદ આવતા તેમના પશુઓ આંબા નીચે બાંધેલ હોય છોડવા માટે ગયા હતા. તેવા જ સમયે કડાકા સાથે તેમના ઉપર વીજળી ત્રાટકતા ઘટનાસ્થળે જ કમાટી ભર્યું મોત નીપજ્યું હોવાનું જાણવા મળે છે. ઘરના મોભીનું અણધાર્યું અચાનક મોત નિપજતા પરિવારમાં રોકકળ મચી જવા પામી હતી.
ઉપરોક્ત બાબતે તાલુકા તંત્ર દ્વારા રૂબરૂ આવી સ્થળ તપાસ કરી,જવાબ પંચકેશ બાદ મૃતક રમેશભાઈ મતાભાઈ ગરાસીયાની લાશને પી.એમ માટે ફતેપુરા સરકારી દવાખાનામાં મોકલવામાં આવી હતી.લાશના પી.એમ બાદ લાશનો કબજો મૃતકના વાલીવારસોને સોંપી મૃતકના વારસદારોને સરકાર દ્વારા મળવાપાત્ર સહાય મળે તે બાબતે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
5 દિવસની સાર્વત્રિક વરસાદની આગાહી
ભાદરવાના પહેલા દિવસે જ મેઘરાજા વરસ્યા હતા અને આજે ફરી સવારથી જ મેઘરાજા વરસ્યા હતા. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેક વિસ્તારોમાં છુટા છવાયા મેઘરાજા વરસ્યા હતા મોડી સાંજે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. મેઘરાજા વરસતા 18 mm વરસાદ માં ઠેરઠેર પાણી ભરાવવાની સમસ્યા સર્જાઇ હતી .શહેર ના નીચાણવાળા રાવપુરા,અલકાપુરી, ગાજરવાડી, ડાડીયાબજાર , આજવા રોડ, વાઘોડિયા રોડ, સહિત વિસ્તારોમાં પાણી ભરાઇ જતા પ્રિમોન્સુન કામગીરીની પોલ ખૂલી ગઈ હતી. રાજ્યમાં ફરી ચોમાસુ બેસતા છેલ્લા કેટલાક દિવસથી પડતી આકરી ગરમી અને ઉકળાટમાં થી પણ લોકોને રાહત મળી હતી.
પાતા ગામે વીજળી પડતાં 2 ગાયના મોત
સિંગવડ. સિંગવડ તાલુકાના પાતા ગામે આકાશી વીજળી પડતા બે ગાયોના મૃત્યુ થતા પાતા ગામના સરપંચ અને તલાટી કમ મંત્રી સ્થળ પર પહોંચી ગયા હતા જ્યારે આ ગાયોને ઘરની બહારની બાજુ માં બાંધી રાખવામાં આવી હતી.
વ્યાસડા ગામે વૃક્ષ ધરાશાયી થતાં ભેંસનું મોત
કાલોલ તાલુકાના વ્યાસડા ગામની સીમમાં રહેતા ખેડૂત શિવરાજસિંહ અરવિંદભાઈ પરમારના ખેતરમાં આવેલા મકાન પાસેના તાડ સાથેના પીપળાના ઝાડ નીચે રાબેતા મુજબ મંગળવારે સાંજે બાંધી રાખી હતી પરંતુ ગાજ વીજ સાથે આવેલા સામાન્ય વાવાઝોડાની અસરમાં આ તાડ સાથેનું પીપળાનું ભારે વૃક્ષ ધરાશાયી થઈ જતાં નીચે બાંધેલી નિર્દોષ ભેંસનો ભોગ લેવાયો હતો. ઘટના અંગે પંચાયતના સરપંચ અને તલાટી કમ મંત્રીએ પશુપાલકને માથે રૂા.૭૦,૦૦૦ની નુકસાનીનો પંચકયાસનો રિપોર્ટ તંત્રને સુપરત કર્યો હતો.
ફેન્સિંગ વાડને હાથ લાગતા યુવકને કરંટ લાગ્યો
લીમખેડા. લીમખેડા તાલુકાના રઈ ગામે જમીન માલીકે પોતાના બે હાળી દ્વારા ખેતરમાં લગાવેલી ફેનસીગ વાડમાં કરંટ લગાવતા એક વ્યક્તિએ વાડને હાથ લગાવતા તેને કરંટ લાગતા પગમાં ગંભીર ઈજાઓ થતાં લીમખેડા પોલીસે જમીન માલિક તથા બે હાળી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પ્રાપ્ત વિગતો અનુસાર લીમખેડા તાલુકાના રઈ ગામના મહંમદ ઈસુલ દુધીયા વાલા ના ખેતરમાં હાળી તરીકે કામ કરતા હિરા છગન ધાણકીયા તથા મંગા ભાતું મુડેલ રહે રઈ નાએ ખેતરમાં ફેન્સીગ વાડ ઉપર ગેરકાયદેસર કરંટ લગાવતા ધીરસીગ શંકર ધાણકીયા એ વાડ ને હાથ લગાવતા તેને કરંટ લાગતા પગમાં ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે લીમખેડા દવાખાને ખસેડવામાં આવ્યા હતા લીમખેડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.