સોશ્યલ મીડિયાનું આક્રમણ આજકાલ એટલું વધી ગયું છે કે સાહિત્ય જાણે કે હાંસિયામાં ધકેલાઈ ગયું છે. એમાંય મીડિયા પર સસ્તું વધારે પસંદ થાય છે. અને સત્ત્વશીલ લખાણ તો માંડ શોધ્યું જડે છે.એવા સંજોગોમાં મૃત્યુના ચાર દાયકા બાદ ‘ગુજરાતમિત્ર’ દૈનિકમાં અક્ષરની આરાધના ‘હેઠળ સ્વ.ભૂપેશ અધ્વર્યુને કવિ શ્રી જયદેવ શુકલે આપેલી શબ્દાંજલિ સર્વથા આવકાર્ય છે.કવિની સાથોસાથ રાવજી પટેલ અને સ્વ.ભૂપેશ નોખી શૈલીના વાર્તાકાર હતા.એની બહુ ઓછાને ખબર હશે. કમનસીબે આ બન્નેને નિયતિએ ભરયુવાનીમાં આપણી વચ્ચેથી છીનવી લીધા.જેથી સાહિત્યજગતને બહુ મોટી ખોટ પડી. ખોટ પડી છે એમ ખરા અર્થમાં એટલા માટે કહેવું પડે કે બંનેની કવિતાનું ભાવવિશ્વ એટલું સંવેદનશીલ અને સત્ત્વશીલ હતું કે ગુજરાતી કાવ્યજગતને એમના દ્વારા નવો ઉન્મેષ અને વળાંક પ્રાપ્ત થવાની પૂરેપૂરી ક્ષમતા હતી.
સુરત – પ્રભાકર ધોળકિયા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
એક સ્મરણીય શ્રદ્ધાંજલિ
By
Posted on