અહીં 1985માં ઓસ્ટ્રેલિયામાં રમાયેલી બેન્સન એન્ડ હેજીઝ કપની સેમી ફાઈનલ જે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી તેની વાત કરવી છે. પહેલું બેટિંગ કરતાં એક તબક્કે ન્યૂઝીલેન્ડનો સ્કોર ત્રણ વિકેટ પર 59 રન હતો. બેટિંગમાં કપ્તાન જ્યોફ હાવર્થ અને જેર્મિ કોની હતા. તેવામાં બન્યું એવું કે એક ઝડપી સિંગલ લેવા જતા કેપ્ટન હાવર્થના પેડનું હૂક બક્કલમાંથી નીકળી ગયું. બોલિંગ કરી રહેલા કપિલદેવે તે તરફ ધ્યાન દોર્યું અને હૂક ફીટ કરી આપવાનું સૌજન્ય દાખવ્યું પણ હાવર્થ તેની તરફ ઉદાસીનતા દાખવી અને કપિલદેવને mind your own business (તું તારું કામ કર) એવો જવાબ આપ્યો. હવે થયું એવું કે આગલા બોલ પર જ હાવર્થ રનઆઉટ થયો.
ન્યૂઝીલેન્ડ પહેલા દાવમાં 206 રન બનાવી શક્યું. જવાબમાં 33 ઓવરમાં ભારતના એક તબક્કે 102 પર ત્રણ વિકેટનો હતો. બાકીની 17 ઓવરમાં 104 રન કરવાના હતા અને સામે રિચાર્ડ હેડલી જેવો ધુરંધર બોલર હતો. બિલકુલ આસાન નહોતું પણ બધાના આશ્ચર્ય વચ્ચે પાંચમા ક્રમે કપિલદેવ બેટિંગમાં આવ્યા. આવતાંની સાથે ચારે બાજુ ફટકાબાજી શરૂ કરી અને 37 બોલમાં 54 રન ઝૂડી નાખ્યા. ભારત સાત ઓવર બાકી રાખીને એ મેચ જીતી ગયું. આ મેચ પછી બે મહત્ત્વની બાબત બની. હાવર્થનું સુકાનીપદ અને ક્રિકેટની કારકિર્દી બંનેનો અંત આવી ગયો અને ભારત એ ટુર્નામેન્ટની ફાઈનલ જીતી ગયું હતું રવિ શાસ્ત્રીને ઓડી કાર મળી હતી.
નાનપુરા, સુરત – સુરેન્દ્ર દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.