દાહોદ: દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપરગોટા ગામેથી પોલીસને મળેલ બાતમીના આધારે એક ઈસમને ઝડપી પાડી તેની પાસેથી બાર બોરની બંદુક તથા બાર બોરના જીવતાં કારતુષ નંગ.૦૭ સાથે કુલ રૂા.૧૦,૭૦૦ નો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલ ઈસમને જેલના સળીયા પાછળ ધકેલી દીધાનું જાણવા મળે છે.
ધાનપુર પોલીસને મળેલ બાતમીના આધારે પીપરગોટા ગામે ગામ ફળિયામાં રહેતો તેરસીંગભાઈ રાયસીંગભાઈ ડાંગીને ધાનપુર પાલીસે ઝડપી પાડ્યો હતો અને તેના ઘરે તપાસ હાથ ધરી હતી. આ તેરસીંગભાઈના ઘરેથી પોલીસને તપાસ દરમ્યાન ઘરમાં સંતાડીને મુકી રાખેલ બાર બોરની બંદુક કિંમત રૂા.૧૦,૦૦૦ તથા બાર બોરના જીવતા કારતુષ નંગ. ૦૭ કિંમત રૂા.૭૦૦ મળી પોલીસે કુલ રૂા.૧૦,૭૦૦નો મુદ્દમાલ કબજે કર્યાે હતો. પોલીસે ઉપરોક્ત ઈસમ વિરૂધ્ધ આર્મ એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.