ગાંધીનગર (Gandhinagar): આજકાલ ફેસબક કે અન્ય કોઇ સોશિયલ મિડીયા અકાઉન્ટ પર ફ્રેન્ડ બનાવીને ઠગાઇ કરનારા કિસાસાઓ આપણે સાંભળ્યા જ છે, હાલમાં મેટ્રોમોનિયલ સાઇટ પરથી ઠગનારનો કિસ્સો સામે આવ્યો છે. તમે રણવીર સિંહની પહેલી ફિલ્મ ‘લેડીઝ vs રિકી બહલ’ જોઇ હોય તો તમને યાદ હશે કે કઇ રીતે એક યુવાન લગ્નના બહાને યુવતીઓને ફસાવતો અને તેમની પાસે પૈસા પડાવતો. આવું જ કંઇક ગુજરાતમાં બન્યુ છે.
અમદાવાદમાં રહેતી એક યુવતીએ લગ્ન માટે મેટ્રોમોનિયલ સાઇટ જાવનસાથી (Jeevansathi.com) પર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેને આધારે ગત સપ્ટેમ્બર મહિનામાં તે વિહાન શર્મા નામના યુવકે આ સાઇટ પરથી માહિતી લઇને લગ્ન માટે પ્રસ્તાવ મુક્યો હતો. યુવકે પોતે ગુગલમાં કામ કરે છે, અને વાર્ષિક 40 લાખની ધરાવે છે એવુ લખ્યુ હતુ. આ સાઇટ પર તેના પરિવારની માહિતીમાં તેનો પરિવાર દિલ્હીમાં રહેતો હોવાનું જણાવ્યું હતુ. આ માહિતીઓ જોઇ-વાંચીને યુવતીએ તેના પ્રોફાઇલમાં રસ દાખવ્યો હતો. બંને મળ્યા, બંનેએ એકબીજાને લગ્ન માટે પસંદ કર્યા. આ દરમિયાન આ બદમાશે યુવતીનો વિશ્વાસ કેળવી તેની સાથે શારિરીક સંબંધ બાંધ્યા, એટલું જ નહીં તેનો ATM કાર્ડ અને ATM નંબર મેળવી તેના ખાતામાંથી ખાસ્સા રૂપિયા પણ ઉપાડી લીધા.
આ બદમાશની હકીકત ત્યારે સામને આવી જ્યારે તેણે પૈસા મેળવી લીધા પછી ધીરે ધીરે સંબંધ ઓછા કરતા, યુવતીએ અમદાવાદ સાયબર ક્રાઇમ વિભાગમાં ફરિયાદ નોંધાવી. તપાસ કરતા અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચને ખબર પડી કે તેનું અસલ નામ સંદિપ મિશ્રા (Sandip Sambhu Mishra) છે, અને તે આ રીતે આગળ 50 જેટલી યુવતીઓને ફસાવી ચૂક્યો છે.
ફક્ત દસમું પાસ નીકળ્યો:
પોતાના જીવનસાથી પ્રોફાઇલમાં તેણે પોતાના બાયોડેટામાં લખ્યુ હતુ કે તે IIMમાં ભણ્યો છે, જ્યારે હકીકતમાં તે ખાલી દસમી પાસ નીકળ્યો. પોલીસે તેની પાસેથી 30 ફોન અને આઇપેડ જપ્તા કર્યા છે. જેની તપાસ કરતા તે 4 ઈમેઈલ આઈડીથી આ બધા કાંડ કરતો હોવાનું માલૂમ પડ્યા છે.
શારીરિક સબંધ બાંધી મોબાઈલમાં ફોટા અને વીડિયો સેવ કરી રાખતો:
પહેલા લગ્નની વાત કરતો જલ્દી જ સગાઇ કરશું એવી ખાતરી આપતો બાદમાં રૂપિયા પડાવીને શારીરિક સબંધ બાંધી મોબાઈલમાં ફોટા અને વીડિયો રાખતો હતો અને શહેર છોડી ભાગી જતો હતો. અન્ય રાજ્યોમાં ભોગ બનેલી યુવતીઓનો પોલીસ સંપર્ક કરી રહી છે પરંતુ તેઓ ખુલીને સામે આવી રહી નથી.
આ મામલે મેટ્રિમોનિયલ સાઇટ જીવનસાથી પણ વાંકમાં આવી શકે છે, પણ આ આખો કિસ્સો દરેક લગ્ન ઇચ્છુક યુવતીઓ અને તેમના માતા માટે આંખ ઉઘાડનારો છે. દરેકે લગ્ન જેવા મામલાઓમાં પૂરેપૂરી તપાસ કરીને જ આગળ વધવુ.