Dakshin Gujarat Main

પ્રેમિકાએ લગ્ન કરવાની ના પાડતા પ્રેમી તલવાર લઈ તેના ઘરે પાસે પહોંચી ગયો, પોલીસ પર હુમલો કર્યો

પલસાણા: પલસાણાના બારાસડી ગામે પ્રેમ પ્રકરણને લઈને ઉશ્કેરાયેલા એક યુવકે પોલીસ જમાદાર પર તલવારથી હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં જમાદાર ગંભીર રીતે ઘાયલ થયો છે.

  • પલસાણાના બારાસડી ગામે પ્રેમમાં પાગલ યુવકનો પોલીસ પર તલવારથી હુમલો
  • ઈન્સ્ટાગ્રામ પર થયેલા પ્રેમ બાદ યુવતીએ સંબંધ રાખવાની ના પાડી દેતાં યુવક વડોદરાથી બારાસડી પહોંચ્યો

મળતી માહિતી મુજબ વડોદરાનો નિમેષ ગઢવી નામના યુવકને સોશિયલ મીડિયા મારફતે બારાસડીની એક યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. જ્યારે યુવતીએ લગ્ન કરવાની ના પાડી ત્યારે તે ઉશ્કેરાઈ ગયો અને ખુલ્લી તલવાર લઈને ભાડાની ગાડીમાં બારાસડી પહોંચી ગયો.

અહીં ખુલ્લી તલવાર લઈ યુવતીના ફળિયામાં ફરતો હોય, જે બાબતે સ્થાનિકોએ પલસાણા પોલીસને જાણ કરતાં સૌપ્રથમ પલસાણા પોલીસની પીસીઆર બારાસડી ગામે પહોંચી હતી, પરંતુ યુવાન ખુલ્લી તલવાર લઈને ગુસ્સામાં રખડતો હોવાને કારણે ગંગાધરા આઉટ પોસ્ટ ઉપર જાણ કરતાં ગંગાધરા આઉટ પોસ્ટના હે.કો. નિકેત ખુમાનસિંગ પટેલ (ઉં.વ.38) અન્ય પોલીસ સ્ટાફ સાથે સ્થળ ઉપર પહોંચ્યો હતો. જેથી તે યુવાનને શાંત પાડવા માટે તેની નજીક જતો હતો.

એ દરમિયાન નિમેષ ગઢવીએ સીધો નીકેતના માથાના ભાગે તલવારથી હુમલો કરતાં કામ તેમજ માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચતાં લોહીલુહાણ હાલતમાં નિકેતને સારવાર માટે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ બારાસડી ગામે પહોંચી ગયા હતા. અને હાલમાં નીમેષને ઝડપી લીધો છે. બીજી તરફ પોલીસ કર્મચારી ઉપર જીવલેણ હુમલાની ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સરદાર સ્મારક હોસ્પિટલ ખાતે પહોંચી ગયા છે. હાલ નિકેત સભાન અવસ્થામાં છે અને તેની સારવાર ચાલી રહી છે.

Most Popular

To Top