વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા બાદ શ્રીમાન બીલ ગેટ્સનો એક ચેનલ પર ખાસ ઇન્ટરવ્યુ હતો.બીલ ગેટ્સના સ્વાગત બાદ ઇન્ટરવ્યુ લેનાર પત્રકારે બીલ ગેટ્સને તેમના બાળપણથી લઈને સફળતા સુધીના પ્રશ્નો પૂછ્યા…પછી એક પ્રશ્ન જેના વગર ઇન્ટરવ્યુ અધુરો ગણાય તે પૂછ્યો કે ‘સર, તમારી સફળતાનું રહસ્ય શું છે ???’
આ પ્રશ્ન સાંભળી બીલ ગેટ્સ હસ્યા કઈ ન બોલ્યા…ઉભા થયા ખિસ્સામાંથી ચેક બુક કાઢી અને એક ચેક સહી કરી ઇન્ટરવ્યુ કરનાર પત્રકારના હાથમાં આપ્યો અને કહ્યું કે ‘આ ચેક તારા માટે છે જે આંકડો ભરવો હોય તે ભરી લેજે…!!!’ પત્રકારને કઈ સમજાયું નહિ કે શું કરવું તે અવઢવમાં પડી ગઈ પછી ધીમેથી બોલી, ‘સર, આ શું કરો છો ?? હું આ ચેક કઈ રીતે લઇ શકું??’ બીલ ગેટ્સે ઘણો આગ્રહ કર્યો પણ ઇન્ટરવ્યુ લઈ રહેલ પત્રકારે ચેક ન સ્વીકાર્યો અને ઇન્ટરવ્યુ આગળ ચલાવવા વિનંતી કરી.
બીલ ગેટ્સ હસ્યા અને પત્રકારના પ્રશ્નોના જવાબ આપવા લાગ્યા.થોડા પ્રશ્નો બાદ પત્રકારે પોતાનો પ્રશ્ન થોડ જુદા શબ્દોમાં પૂછ્યો કે, ‘સર, જે યુવાનો જીવનમાં સફળતા મેળવવા માંગતા હોય તેમને શું કરવું જોઈએ??’ બિલ ગેટ્સ ફરી ઉભા થયા અને ફરીથી ચેક પત્રકારને આપ્યો …પત્રકાર વળી મૂંઝાઈ તેને ફરીથી ચેક લેવાની મક્કમતાથી ના પાડી…..પાછો પ્રશ્ન પૂછ્યો, ‘સર તમને જે રોલ મોડેલ માને છે તેમણે તમારી પાસેથી ખાસ શું શીખવું જોઈએ.??’ બીલ ગેટ્સે વળી ચેક આપ્યો અને પત્રકારણે ખુબ જ આગ્રહ કર્યો કે તે ચેક લઇ લે પણ પત્રકારે ચેક લેવાની ના પાડી અને વિનંતી કરી, ‘સર, હું આમ તમારી પાસેથી પિસા લઇ ન શકું ..આપ `ચેક ન આપો મારે પ્રશ્નનો જવાબ આપો કે તમારી સફળતાનું રહસ્ય શું છે ??….સફળતા મેળવવા શું કરવું જોઈએ ??’
બીલ ગેટ્સ ફરી એક વાર ચેક આપ્યો પણ પત્રકારે સ્વીકારવાની ના પડતા તેઓ હસ્યા અને કેમેરા સામે ચેક ફાડી નાખ્યો અને પછી બોલ્યા, ‘ડીયર, મારી સફળતાનું રહસ્ય એ છે કે હું કોઇપણ નાની કે મોટી તક છોડતો નથી…જેમ તે એક તક અત્યારે છોડી ,,જો તે ચેક સ્વીકારી લીધો હોત તો તું અત્યારે દુનિયાની સૌથી પૈસાદાર પત્રકાર હોત …પણ તે ચેક ન સ્વીકાર્યો …તક ગુમાવી …જીવનમાં સામેથી આવતી કોઇપણ તક ન ગુમાવો આ પાઠ યાદ રાખો સફળતા મળશે.’
